સુરત સહિત સમગ્ર ગુજરાતના રસ્તા પરના ધાર્મિક સ્થળો હટાવવા માટેની સૂચના આપી છે. ત્યારબાદ સુરત શહેરમાં જાહેર સ્થળોના ધાર્મિક દબાણ હટાવવા માટે સમિતિની રચના કરવામાં આવી છે, સુરત પાલિકા દ્વારા જાહેર રસ્તા પર આવેલા ધાર્મિક સ્થળોને હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે. સુરતના રસ્તા પરના મંદિર મુદ્દે પાલિકાની નોટિસ બાદ ધાર્મિક સંસ્થાઓએ પાલિકા-કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રસ્તા પરના મંદિર સાથે સુરતના ૧૨ પૌરાણિક મંદિરને પણ નોટિસ આપી છે તે નોટિસ રદ્દ કરવામાં નહીં આવે તો આંદોલન કરવા માટેની ચીમકી આપવામાં આવી છે.
બજરંગ દળના પ્રમુખ કમલેશ ક્યાડાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરની અંદર શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના વિરોધ કરવામાં આવ્યો છે. સાથે જ સુરત પાલિકાની હદ્દમાં આવતાં પૌરાણિક મંદિરોને હટાવવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે અમે તેનો વિરોધ કરીએ છીએ. મજારો હટશે પછી જ મંદિરો હટશે તેવી અમારી માગ છે. મંદિરના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે. આગામી સમયમાં અમે જલદ કાર્યક્રમ આપીએ છીએ. સરકાર ગમે તે હોય અમે હંમેશા હિન્દુઓની સાથે જ છીએ.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાલિકા તંત્રને જણાવવામા આવ્યું છે કે શહેરમાં ૧૨ જેટલા પૌરાણિક મંદિર છે તેને પણ પાલિકાએ નોટિસ આપી છે તેનો આક્રમક વિરોધ કરીએ છીએ. શહેરમાં સંખ્યાબંધ અન્ય ધાર્મિક સ્થળો છે પહેલા આ ધાર્મિક સ્થળો હટાવવામાં આવે ત્યાર બાદ જ મંદિર હટશે. પાલિકા કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે. રસ્તાની આડમાં મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવી છે. મંદિરને તોડવા કરતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે આ રીતે મંદિર તોડવાની વાતથી આસ્થાનો ભંગ થાય છે. જો પાલિકા દ્વારા પૌરાણિક મંદિરની નોટીસ પાછી નહીં ખેંચાય તો આક્રમક આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી આપી છે.
આ પણ વાંચો :-