દેશમાં એનડીએ સરકાર સત્તામાં આવી છે અને પીએમ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. સાથે શેરબજારે પણ સોમવારે મોદી ૩.૦ને સલામ કરીને ઈતિહાસ રચ્યો હતો. સપ્તાહના પહેલા દિવસે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શેરોવાળા સેન્સેક્સે ૩૨૩.૬૪ પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત ૭૭,૦૦૦ની સપાટીને પાર કરી હતી. તે ૭૭,૦૧૭ના સ્તરે ખુલ્યો હતો.
વાસ્તવમાં સપ્તાહના પહેલા દિવસે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શેરોવાળા સેન્સેક્સે ૩૨૩.૬૪ પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત ૭૭,૦૦૦ની સપાટીને પાર કરી હતી. તે ૭૭,૦૧૭ના સ્તરે ખુલ્યો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ બજાર ખુલતાની સાથે જ ૧૦૫ પોઈન્ટ ઉછળ્યો હતો. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ ૧૬૧૮.૮૫ પોઈન્ટ અથવા ૨.૧૬ ટકાના ઉછાળા સાથે ૭૬,૬૯૩.૪૧ પર બંધ થયો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની કેબિનેટ સાથે ત્રીજી ટર્મ માટે શપથ લીધા. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ સમારોહ બાદ આજે પહેલીવાર શેરબજાર ખૂલ્યું હતું.ગત સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ રહ્યો હતો. જ્યારે નિફ્ટી તેના ઓલ ટાઇમ હાઇ રેકોર્ડથી ૨૦ પોઈન્ટ દૂર રહ્યો હતો.
આઈટી શેરોમાં ગત સપ્તાહે નોંધાયેલી તેજીનો લાભ લેતાં રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે. જેના પગલે આજે આઈટી-ટેક્નો શેરોમાં ૫ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ ટેક ઈન્ડેક્સ ૧.૨૯ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. ટોચની આઈટી કંપનીઓ ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો સહિતના શેર્સ ૨થી ૩ ટકા સુધીના ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
આ પણ વાંચો :-