Friday, Oct 24, 2025

સિલિંગની કામગીરીથી નારાજ સુરત કાપડ માર્કેટના વાયપારીઓ રસ્તા પર ઉતાર્યા !

2 Min Read

રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સફાળા જાગેલા ફાયરબ્રિગેડ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. દિવસ રાત જોયા વગર જ તંત્ર દ્વારા એક કમિટી રચીને ફાયર સેફ્ટી વગરની જગ્યાઓને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે. ત્યારે કાપડ માર્કેટ સીલ થતાં વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. માર્કેટ ખુલવાની દિશામાં કોઈ જ કામગીરી ન થતી હોવાથી રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

ટેક્સટાઈલ માર્કેટમાં વેપાર કરનારા વેપારીઓ આજે ફોસ્ટાની ઓફિસમાં પહોંચ્યા હતાં. ત્યાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતાં. વેપારીઓેએ દુકાન ખોલવા માંગ કરી હતી. સાથે જ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. જેથી થોડીવાર માટે સંઘર્ષ સર્જાયું હતું.

વેપારીઓએ કહ્યું કે, ૧૪ માર્કેટમાં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. રોજગારી છીનવાઈ ગઈ છે. ૧૦ દિવસથી માર્કેટ બંધ છે. કોઈ જવાબ આપતું નથી. નેતાઓ જવાબ આપતાં નથી. અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી. હાઈકોર્ટનો મુદ્દો છે પરંતુ કોઈ કંઈ કહેવા તૈયાર નથી. આજે માર્કેટ નહી ખુલ્લે તો આવતીકાલથી ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી આપીએ છીએ.

આ પણ વાંચો :-

Share This Article