Sunday, Sep 14, 2025

ગુજરાત ATSએ રૂ.૧૩૦ કરોડનો કોકેઇનનો જથ્થો ઝડપાયો

2 Min Read

ગુજરાતમાંથી ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી ૧૩૦ કરોડનું કોકેઈન ઝડપાયું છે. ગુજરાત ATSની ટીમે કોકેઈનના ૧૩ પેકેટ જપ્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઈનની કિંમત કરોડોમાં અંકાઇ રહી છે. ગુજરાત ATS સ્થાનિક SOG અને B ડિવિઝન પોલીસની મદદથી દરોડો પાડીને કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો છે. આ અંગે એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

DRI Seizes 4 Bags Containing Opiate Derivative/Heroin Weighing 395 Kg At Gujarat Portગુજરાત ATS દ્વારા કચ્છના ગાંધીધામના ખારી રોહર પાસેથી બિનવારસી હાલતમાં કરોડોનું કોકેઈન ઝડપાયું છે. ગુજરાત ATSની ટીમે કોકેઈનના ૧૩ પેકેટ જપ્ત કર્યા છે. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોકેઈનની કિંમત પ્રતિ કિલોગ્રામ ૧૦ કરોડ રૂપિયાની આસપસાપ હોવાનું માનવામાં આવે છે.

ATS દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી બાદ પૂર્વ કચ્છ એસ.ઓ.જી., એલ.સી.બી. અને સ્થાનિક બી-ડિવિઝનની ટીમો પણ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાં, પ્લાસ્ટિકની થેલીમાં વિંટળાયેલા 13 પેકેટ કબ્જે કર્યા બાદ એફ.એસ.એલ. રિપોર્ટ માટે એફ.એસ.એલના અધિકારીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. આ બાવળની ઝાડીની આસપાસ પણ સ્થાનિક પોલીસ દ્વારા અન્ય પેકેટો શોધવા માટે તપાસ હાથ ધરાઇ હતી.

ઉલ્લેખનીય કે અગાઉ મીઠીરોહરમાં કોકેઇનના ૮૦ પેકેટ મળ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે માહિતી નોંધાઈ હતી. જોકે આજે મળી આવેલા ૧૩ પેકેટોના બનાવ અંગે કોઈ નોંધ કે ફરિયાદ હજુ સુધી નોંધવામાં આવી નથી. આ સીઝર અંગે એ.ટી.એસની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં સતાવાર માહિતી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article