સુરત શહેરમાં આઈસક્રીમ વિક્રેતાઓ પર GSTના દરોડામાં કરોડોના શંકાસ્પદ વ્યવહાર મળ્યા છે. આઈસક્રિમ, જ્યુશ, ભજીયા અને પિઝાના વિક્રેતાઓ પર દરોડા પાડ્યા હતા. ૪૦ કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર મળ્યા છે. બિસ્મિલ્લાહ અને ૫૧ રેમ્બો આઈસક્રિમની તપાસમાં ૨ કરોડના વ્યવહાર મળ્યા.

સ્ટેટ જી.એસ.ટી.વિભાગ દ્વારા વિવિધ સેક્ટરમાં કરચોરી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ, સુરત અને રાજકોટના ૨૪ મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ ખાણીપીણીના, ૪૭ ધંધાના સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ૪૦ કરોડથી વધુ રકમના છૂપાયેલા વેચાણો મળી આવ્યા છે. તપાસ દરમ્યાન આ પેઢીઓમાં કરચોરીનાં આશયથી ભજિયાનાં રૂ. ૬.૭૫ કરોડ, પિઝાના રૂ. ૪ કરોડ, આઈસ્ક્રીમ અને જ્યુશના રૂ. ૩૦ કરોડના છૂપાયેલા વેચાણો મળી અત્યાર સુધીની તપાસમાં કુલ રૂ. ૪૦ કરોડથી વધુના છૂપાયેલા વેચાણો મળી આવ્યા છે.
તપાસ દરમિયાન અલગ-અલગ પેઢીમાં જુદા-જુદા પ્રકારની મોડસ ઓપરેન્ડી ધ્યાને આવી છે. કેટલાક વેપારીઓ દ્વારા આઈસ્ક્રીમ કે જ્યુસ બનાવવા માટે જરૂરી કાચામાલની ખરીદીઓ હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડથી કરવામાં આવે છે. રોકડથી થતા વેચાણોમાં મહદઅંશે બિલો આપવાનું ટાળવામાં આવે છે. જ્યાં ગ્રાહકો QR Code સ્કેનરથી પેમેન્ટ કરે છે તેવા કિસ્સામાં વેચાણો છૂપાવવાના આશયથી પેઢીના કર્મચારી કે કોઈ સંબંધી કે કોઈ ત્રાહિત વ્યકિતના QR Code થકી તેમના બેન્ક અકાઉન્ટમાં પેમેન્ટ જમા લેવામાં આવે છે. જ્યાં POS Machine કે ગ્રાહકના આગ્રહથી બિલો બનાવવાની ફરજ પડે તેવા કિસ્સામાં બિલો બનાવવા માટે વપરાતા “પેટપૂજા” જેવા સોફ્ટવેરમાંથી બિલો જાતે ડીલીટ કરી કે પછી સોફ્ટવેર કંપની મારફત ડીલીટ કરાવી દેવામાં આવે છે.
આ પણ વાંચો :-