Saturday, Sep 13, 2025

નીતિશ અને તેજસ્વી એક જ ફ્લાઇટમાં દિલ્હી રવાના, NDA-INDIAના ધબકારા વધ્યા

2 Min Read

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન બન્ને પાસે સરકાર રચવાની તક છે. દિલ્હીમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આજે બુધવારે દિલ્હીમાં NDAની બેઠક યોજાઈ રહી છે ત્યારે વિપક્ષ INDIA બ્લોક પણ તેની મહત્ત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યું છે. NDAની બેઠકમાં ભાગ લેવા માટે CM નીતિશ કુમાર થોડા સમય પછી દિલ્હી પહોંચી રહ્યા છે અને INDIA બ્લોકની બેઠકમાં ભાગ લેવા માટે તેજસ્વી યાદવ પણ દિલ્હી પહોંચી રહ્યા છે. બંને નેતાઓ એક જ ફ્લાઈટમાં દિલ્હી આવી રહ્યા છે.

Nitish Kumar Tejashwi Yada DelhiRJD નેતા તેજસ્વી યાદવ પણ સવારે ૧૦:૪૦ વાગ્યે એ જ વિસ્તારાની ફ્લાઈટ UK-૭૧૮ દ્વારા દિલ્હી પહોંચી રહ્યા છે જેમાં નીતિશ કુમાર દિલ્હી આવી રહ્યા છે. CM નીતિશ કુમાર દિલ્હીમાં NDAની બેઠકમાં ભાગ લેશે. તેજસ્વી સાંજે INDI ગઠબંધનની બેઠકમાં ભાગ લેશે. TDP અને JDU આજે બુધવારે દિલ્હીમાં ભાજપને સમર્થન પત્રો સોંપશે અને ત્યાર બાદ NDA આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

INDI ગઠબંધન દ્વારા નીતિશ કુમારને આપવામાં આવી રહેલી કથિત ઓફર પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજે કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘અમારું ૪૦૦ પારનું સૂત્ર હતું. ટુકડે ટુકડે ગેંગને જે સીટ મળી છે તે ૨૩૧ છે અને ભાજપને એકલાને ૨૪૪ મળી છે… તેઓ નીતિશજીને તેજસ્વી યાદવ માટે આમંત્રણ આપી રહ્યા છે. બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના પરિણામો અપેક્ષાઓથી વિપરીત હોવાથી તેની સમીક્ષા કરવામાં આવશે. નરેન્દ્ર મોદીની સરકારે સમગ્ર દેશમાં વિકાસના કામો કર્યા છે પરંતુ અપેક્ષા મુજબના પરિણામો આવ્યા નથી.

દરમિયાન ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા જ શિવસેના (ઉદ્ધવ)ના નેતા સંજય રાઉતે રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે વધાવ્યા છે અને તેમને સમર્થન જાહેર કર્યું છે. તો બીજી બાજુ આમ આદમી પક્ષના નેતા સંજય સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માગણી કરી છે.

આ પણ વાંચો :-

Share This Article