નાગપુરની કોર્ટે સોમવારે પૂર્વ બ્રહ્મોસ એરોસ્પેસ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા ફટકારી છે. અગ્રવાલ પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI માટે જાસૂસી કરવાનો આરોપ છે. નિશાંત અગ્રવાલની ૨૦૧૮માં બ્રહ્મોસ મિસાઈલની માહિતી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને લીક કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
નિશાંત અગ્રવાલ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસ્ટમ એન્જિનિયર હતા અને મિસાઈલ પ્રોજેક્ટ્સમાં સામેલ હતા. અગ્રવાલની ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એટીએસ અને મિલિટરી ઈન્ટેલિજન્સ દ્વારા ૨૦૧૮ માં નાગપુર નજીક ISIને પ્રોજેક્ટ્સ વિશેની ગુપ્ત માહિતી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
નિશાંત અગ્રવાલ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસ્ટમ એન્જિનિયર હતો અને મિસાઈલ પ્રોજેક્ટ્સમાં પણ સામેલ હતો. બ્રહ્મોસ એરોસ્પેસ ભારત અને રશિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ વિકસાવે છે. નિશાંતે તેની વિશેષતાઓ અને ટેકનીકલ કુશળતાના કારણે બ્રહ્મોસ એરોસ્પેસમાં ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે.
નિશાંત અગ્રવાલ ખૂબ જ તેજસ્વી એન્જિનિયર હતા. તેમને DRDOના યંગ સાયન્ટિસ્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ NIT કુરુક્ષેત્રના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ચાર્જશીટ મુજબ તેના લેપટોપમાંથી અત્યંત ગોપનીય ફાઈલો મળી આવી હતી. આ સિવાય એક સોફ્ટવેર પણ મળી આવ્યું હતું, જેના દ્વારા લેપટોપમાં હાજર સંવેદનશીલ ટેકનિકલ માહિતી વિદેશ અને અસામાજિક તત્વોને મોકલવામાં આવતી હતી.
આ પણ વાંચો :-