ગુજરાતમાં જૂન મહિનો બેસી ગયો છે. એટલે કે ઉનાળાની વિદાયના થોડા જ દિવસો બાકી છે. આવી પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં ૧૫ જૂન આસપાસ ચોમાસું બેશી જવાના સંકેતો આપ્યા છે. આવી આગાહી વચ્ચે ગુજરાતમાં હજી પણ ગરમીનો પારો આસાને છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું હતું. ૪૩ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનો સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. હજી થોડા દિવસ ગરમી પડવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાંચ દિવસ હવામા સૂકું રહેવાની સંભાવનાઓ છે. અગાઉ નોંધાયેલા તાપમાનમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે ૪૨ અને ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. AccuWeather.com પ્રમાણે આજે ૩ જૂન ૨૦૨૪, સોમવારનો રોજ અમદાવાદમાં ગરમી યથાવત રહેશે. રવિવારની જેમ આજે સોમવારે પણ મહત્તમ ગરમી ૪૨ ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે લઘુતમ ગરમી ૩૦ ડિગ્રી જેટલી રહેશે.
રવિવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | ૪૨.૦ | ૨૯.૪ |
ડીસા | ૩૯.૭ | ૨૭.૬ |
ગાંધીનગર | ૪૧.૩ | ૨૯.૮ |
વલ્લભ વિદ્યાનગર | ૩૯.૫ | ૨૯.૦ |
વડોદરા | ૩૯.૪ | ૨૯.૪ |
સુરત | ૩૪.૮ | ૨૮.૪ |
વલસાડ | ૩૫.૭ | ૨૮.૮૨ |
દમણ | ૩૬.૮ | ૨૨.૮ |
ભુજ | ૩૫.૨ | ૨૭.૮ |
નલિયા | ૩૮.૮ | ૨૮.૮ |
કંડલા પોર્ટ | ૩૫.૯ | ૨૮.૮ |
કંડલા એરપોર્ટ | ૩૮.૪ | ૨૯.૬ |
અમરેલી | ૪૦.૫ | ૨૯.૦ |
ભાવનગર | ૩૭.૫ | ૨૭.૬ |
દ્વારકા | ૩૫.૬ | ૨૯.૪ |
ઓખા | ૩૪.૫ | ૨૯.૨ |
પોરબંદર | ૩૫.૪ | ૨૯.૯ |
રાજકોટ | ૪૦.૫ | ૨૫.૯ |
વેરાવળ | ૩૫.૨ | ૨૯.૩ |
દીવ | ૩૩.૪ | ૨૭.૭ |
સુરેન્દ્રનગર | ૪૩.૦ | ૨૯.૦ |
મહુવા | ૩૭.૪ | ૨૭.૯ |
કેશોદ | ૩૭.૮ | ૨૮.૦ |
હવામાન વિભાગે આગાહી કરી છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પડતી ગરમીમા તાપમાન ઘટતા લોકોને ગરમીથી રાહત મળી છે અને હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક સ્થળોએ હળવો વરસાદ રહેશે. તેમજ આગામી સમયમાં ભારે પવનની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે, જયાં ૨૦-૨૫ km ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ પવનની ઝડપમાં વધારો થશે.
આ પણ વાંચો :-