દિલ્હીથી મુંબઈ જઈ રહેલી અકાસા ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને અમદાવાદમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી વિમાનોમાં બોમ્બ હોવાની માહિતી લોકોને પરેશાન કરી રહી છે. દરમિયાન આજે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આકાસા એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટના પાયલોટે તાત્કાલિક રૂટ ડાયવર્ટ કરીને અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
સુરક્ષા ચેતવણીઓ અથવા ધમકીઓને કારણે છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ એરલાઇન્સની ઘણી ફ્લાઇટ્સે ઇમરજન્સી લેન્ડિંગ કરી છે. અકાસા એરની ઘટના પેરિસથી ૩૦૬ વ્યક્તિઓ અને ક્રૂ મેમ્બર્સ સાથે મુંબઇ જતી વિસ્તારાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યાના એક દિવસ પછી આવી છે, જેના પગલે તેના આગમન પહેલા શહેરના એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઇટ રવિવારે સવારે ૧૦:૧૯ વાગ્યે લેન્ડ થઇ હતી.
આવી જ એક ઘટના શનિવારે સાંજે બની હતી, જેમાં વારાણસી-દિલ્હી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જેના કારણે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક પગલાં લીધા હતા. ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બની બીજી ધમકી મળી હતી, જેના પગલે તેણે મુંબઇ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષા માર્ગદર્શિકા મુજબ એરક્રાફ્ટને ‘આઇસોલેશન બે’માં લઇ જવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :-