રાજકોટના સાંસદ રામ મોકરિયા પાસેથી ફાયર અધિકારીએ રૂપિયા લીધા હોવાની ચર્ચા થઇ રહી છે. ફાયર ઓફિસર ભીખા ઠેબાએ રામ મોકરિયા પાસેથી ૭૦ હજાર લીધાની ચર્ચા છે. રૂપિયા આપ્યા બાદ પણ ફાયર NOC ન મળી હોવાની ચર્ચા છે. RMCમાં રૂપિયા વગર કંઈ જ કામ ન થતા હોવાના આરોપ છે. ભીખા ઠેબાની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે કલાકો સુધી પૂછપરછ કરી હતી.
ફાયર વિભાગના અધિકારીઓને સાંસદ રામ મોકરિયા જ્યારે ઉદ્યોગપતિ હતા ત્યારે તેમને પણ હપ્તા લેવામાં મૂક્યા નથી. તેનો ખુલાસો સાંસદ રામ મોકરિયાએ કર્યા હતા. રામ મોકરિયાએ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ભાજપ ઓફિસ પાસે ૨૭૦૦૦ વાર પ્લોટમાં બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો. જોકે આ પ્લાન માટે ફાયર NOC માટે અરજી કરવામાં આવતા ૭૦ હજાર રૂપિયા ફાયર ઓફિસર ભીખા ઠેબા દ્વારા માંગવામાં આવ્યા હતા. તે સમયે રામ મોકરિયાએ પૈસા ચૂકવી પણ દીધા હતા. પત્રકારો સાથે મૌખિક ચર્ચા દરમિયાન રામ મોકરિયાએ આ સમગ્ર ઘટના જણાવી હતી અને વાતનો સ્વીકાર કર્યો હતો.
જોકે પૈસા આપવા છતાં પણ રામ મોકરિયાનું કામ થયું નહોતું, જોકે આખરે તેઓ રાજ્યસભામાં સાંસદ બન્યા બાદમાં તેમણે ફાયર ઓફિસર ભીખા ઠેબાને ફોન કર્યો હતો. ત્યારે ફાયર ઓફિસરને ભાન થતા પોતાના માણસ દ્વારા કવરમાં રૂ.૭૦,૦૦૦ પાછા મોકલાવી દીધા હતા. ખુદ ભાજપના નેતાને પણ પોતાના કામ કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકામાં આ રીતે પૈસા આપવા પડતા હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો :-