Monday, May 18, 2026

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજેનું નિધન

2 Min Read

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું ગુરુવારે સવારે AIIMSમાં નિધન થયું હતું. સવારે ૯.૨૮ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સિંધિયા પરિવારની રાજમાતા છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી AIIMSમાં વેન્ટિલેટર પર હતા.

કેન્દ્રીય મંત્રી સિંધિયાના કાર્યાલયમાંથી કહેવામાં આવ્યું છે કે, અમે ખૂબ દુ:ખ સાથે કહેવા માંગીએ છીએ કે, રાજમાતા સાહેબ આ દુનિયામાં નથી રહ્યા. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા અને ગ્વાલિયરના રાજવી પરિવારના રાજમાતા માધવી રાજે સિંધિયા છેલ્લા બે મહિનાથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા બે અઠવાડિયામાં તેમની તબિયત ખૂબ નાજુક હતી.

છેલ્લા કેટલાક દિવસોથી રાજમાતાની તબિયત સતત બગડી રહી હતી. તેમને AIIMSમાં વેન્ટિલેટર પર હતી. તે સેપ્સિસની સાથે ન્યુમોનિયાથી પીડિત હતા. છેલ્લા કેટલાક દિવસોમાં રાજમાતાની તબિયત વધુ બગડતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. રાજમાતાના નિધન બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મધ્યપ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવશે. જે બાદ ગુરુવારના રોજ અહીં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

માધવી રાજે સિંધિયા નેપાળના શાહી પરિવારની પુત્રી હતા. ગ્વાલિયર પાસે મહારાજ માધવરાજ સિંધિયાની સાથે ૮ મે ૧૯૬૬ના રોજ તેમના લગ્ન થયા હતા. જો કે, માધવ રાજ સિધિયાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. માધવી રાજે સિંધિયા મોટાભાગે દિલ્હીમાં રહેતા હતા. તે સાર્વજનિક કાર્યક્રમો અને મીડિયાથી અંતર જાળવીને રાખ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article