HomeAstrology૦૨ મે ૨૦૨૪, આ રાશિ જાતકોને આજે વેપારમાં સારી આવક થશે, પૈતૃક...

૦૨ મે ૨૦૨૪, આ રાશિ જાતકોને આજે વેપારમાં સારી આવક થશે, પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

મેષ

શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. થોડો થાક વર્તાય. આવકમાં વધારો થાય. પરિવારમાં શાંતિ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે મતભેદની સંભાવના રહે.

વૃષભ

દિવસની શરૂઆત આનંદથી થાય. નાણાંનું પ્રમાણ વધતુ જણાય, પરંતુ નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. પરિવારમાં મનમેળ રહે. સભ્યોની પ્રગતિથી આનંદ રહે. ગેસ ટ્રબલ, પેટની તકલીફો રહે.

મિથુન

સ્વભાવ ઉગ્ર રહે. આવક માટે સામાન્ય દિવસ. કુટુંબમાં આનંદ, સ્થાવર-જંગમ મિલકત માટે સામાન્ય દિવસ. સંતાન સુખ સારૂ. થાક લાગે. ભાગ્ય સારૂ. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવાય.

કર્ક

બપોર પછી ઉદાસીનતાનો અનુભવ થાય. ભાઈ-બહેનો સાથે મતભેદ થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. અગત્યનાં નિર્ણયો ટાળવા. જીવનસાથી સાથે આનંદ. ભાગ્ય સારું રહે.

સિંહઃ

આક્રમક સ્વભાવ રહે. આવકમાં વધારો જણાય. કુટુંબમાં સુખ શાંતિ. કરેલા રોકાણોથી લાભ મળે. સંતાનો તરફથી ચિંતા. શરીરમાં ગરમી, એસીડીટીનો અનુભવ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય.

કન્યાઃ

સરળ સ્વભાવ રહે. પૈસાનું આયોજન યોગ્ય રીતે કરવું શક્ય બને. કરેલા રોકાણોથી ધારેલું ફળ ન મળે. હૃદયમાં અસંતોષ રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારું રહે.

તુલાઃ

આરામ કરવાની ઈચ્છા થાય. નાણાંકીય ફાયદો મળે. કરેલા કાર્યની સફળતા અંગે અસંતોષ જણાય. માતા-પિતાનું આરોગ્ય સારું રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. સ્વાસ્થ્ય સારું રહે.

વૃશ્ચિકઃ

આનંદ-ઉત્સાહમાં વધારો થાય. આવક અંગે અસંતોષ રહે. છતાં બપોર પછી આવક વધતી જણાય. પરિવારમાં મનમેળ રહેશે. આરોગ્ય સારું રહેશે. દામ્પત્ય સુખ સારું મળશે.

ધનઃ

દિવસ દરમ્યાન જુસ્સો અનુભવી શકાય. નાણાંની પ્રાપ્તિ સહજ બને. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં પ્રગતિ. ખર્ચનું પ્રમાણ ઓછું રહેશે.

મકરઃ

ખેડૂતોને લાભ. ખોળ-કપાસીયાથી ફાયદો. બાગ બગીચાની શોભા વધે. ધન પ્રાપ્તિ થાય. સત્તા, માન-સન્માનમાં વધારો થાય. સંતાન તરફથી આનંદ. હાડકામાં દુઃખાવો રહે. એકંદરે આરોગ્ય જળવાય.

કુંભઃ

આનંદ-ઉત્સાહથી દિવસની શરૂઆત થાય. પરિવારમાં ગુસ્સાવાળુ વાતાવરણ રહે. જમીન-મિલકત, રોકાણથી લાભ. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

મીનઃ

ધાર્મિક ભાવના તથા બીજાને મદદ કરવાની ઈચ્છા પ્રબળ થાય. ભાઈ-બહેનો સાથે ઉગ્રતા વર્તાય. પરિવારમાં આનંદ. નોકરી-ધંધામાં પ્રગતિ. સંતાનો તરફથી લાભ. આરોગ્ય સારું રહેશે.

Subscribe

Latest stories

spot_img