Thursday, Oct 23, 2025

લોકસભા ચૂંટણી પહેલા AAPએ ‘જેલનો જવાબ વોટથી’ અભિયાન શરૂ કર્યું

2 Min Read

આમ આદમી પાર્ટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ‘જેલ કા જવાબ વોટથી‘ અભિયાન શરૂ કર્યું છે અને લોકોને અપીલ કરી છે કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રીને સશક્ત બનાવવા તેમાં જોડાય. આ પહેલા AAPએ દિલ્હીમાં ‘સંસદમાં પણ કેજરીવાલ, દિલ્હી વધુ સમૃદ્ધ થશે’ નામથી અભિયાન શરૂ કર્યું હતું. પરંતુ કેજરીવાલની ધરપકડ બાદ પાર્ટીએ હવે એક નવું અભિયાન શરૂ કર્યું છે.

AAP launches 'Jail Ka Jawab Vote Se' election campaign ahead of Lok Sabha polls – India TVAAP સાંસદ સંદીપ પાઠકે કહ્યું, “જેમ કે તમે બધાએ જોયું કે કેજરીવાલજીને ચૂંટણીથી દૂર રાખવા માટે તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. કેજરીવાલજીએ તેમનું આખું જીવન લોકો માટે સંઘર્ષ કરવામાં વિતાવ્યું હતું. તેમણે તમામ લોકોનો વિચાર કર્યો હતો. દિલ્હી તેમના પરિવાર તરીકે છે અને બધા માટે શ્રેષ્ઠ શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પાણીની વ્યવસ્થા કરી છે.

આમ આદમી પાર્ટીના લોકસભા ચુંટણીના સ્લોગન લોન્ચ થયા પહેલા પાર્ટીના સાંસદ સંજય સિંહએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, ભાજપશાસિત કેન્દ્ર સરકારે સુનિયોજિત રીતે લાખો કરોડોનો ભ્રષ્ટાચાર ઈલેક્ટોરલ બોન્ડની આડમાં કર્યો છે. જેમાં ખાનગી કંપનીઓેને નિયમોમાં બદલાવ કરીને કરોડો રુપિયાને છુટ આપીને તેના બદલામાં કોન્ટ્રાક્ટની લહાણી કરી છે. આ સિવાય સંજયે સિંહે દેશની સમક્ષ બધો ડેટા જાહેર કરવા બદલ સુપ્રિમ કોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article