HomeAstrology૦૪ એપ્રીલ, ૨૦૨૪/ આ રાશિ માટે સોમવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા...

૦૪ એપ્રીલ, ૨૦૨૪/ આ રાશિ માટે સોમવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

Date:

Related stories

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...

PM Modi Birthday 2026: જાણો PM મોદીના 76મા જન્મદિવસે દેશભરમાં કેવી થઇ અનોખી ઉજવણી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશના વિવિધ...

76મો જન્મદિવસ અને મફત 76 કપ ચા… બિહારના ચા વાળાની અનોખી ઉજવણી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે દેશના અલગ-અલગ વિસ્તારોમાં લોકો...

ST ડેપોમાં મીઠાઈનું પેકેટ લઈને ઊભી હતી મહિલા, થેલો ખોલતાં નીકળ્યું આટલા ગ્રામ MD ડ્રગ્સ

ગાંધીનગર એસટી ડેપો પર સામાન્ય મુસાફરીની આડમાં નશીલા પદાર્થોની...
spot_img

મેષ

માનસિક શાંતિ જળવાય. આવકનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા. નવી નોકરી અથવા બઢતી, બદલી શક્ય બને. નવા ધંધાની શરૂઆત કરી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ મળે. માતૃસુખ-પિતૃસુખ જળવાય. માન-સન્માન વધે.

વૃષભ

કોઇ મહત્વપૂર્ણ સમાચાર મળવાની શક્યતા છે. ભાવનાત્મક રૂપથી આપ ખૂબ સશક્ત રહેશો. અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. પતિ-પત્નિ વચ્ચે પ્રેમ જળવાય. વ્યવસાયિક ગતિવિધિઓમાં પ્રગતિ થતી જણાય.

મિથુન

આજે ખાસ આવક આવવાની સંભાવના જણાતી નથી. જીવનસાથી સાથે સારો સમય પસાર થાય. કોઇકોઇ સમયે શરીરમાં થોડી નબળાઇનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેવા પામે.

કર્ક

દિવસભર વ્યસ્તતા બની રહેશે. ઉત્સાહના કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો સાથે ફરવા જવાના યોગ બને. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય. આરોગ્ય જળવાય. મિત્રોની મુલાકાત શક્ય બને.

સિંહ

માનસિક તણાવને કારણે આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમર્થતા વર્તાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથીને સમય આપી શકાશે નહીં. યશ પ્રતિષ્‍ઠા વધે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ રહે.

કન્યા

જીવનસાથી સાથે તણાવભર્યું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો વચ્ચે વાદ-વિવાદ ટાળવો. સંતાનની પ્રગતિથી આનંદ થાય. એમના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગરમીને કારણે માથાનો દુઃખાવો સંભવે.

તુલા

ભાવનાત્મક રૂપથી આપ ખૂબ જ લાગણીશીલ રહેશો. આપના કાર્યોને પૂરા કરવા માટે દીલથી મહેનત કરો, ઇશ્વર તમારો સાથ આપશે. આર્થિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિક

આજે દિવસ દરમ્યાન ધન, રોકાણ તથા પરિવારના કાર્યોમાં સમય પસાર થાય. વારસાગત સંપત્તિ સંબંધિત મામલા ઉકેલાઇ શકે છે. તમામ ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સ્વભાવમાં અકારણ ઉગ્રતા ટાળવી.

ધન

માન-સન્માનમાં વ‌ૃધ્ધિ થતી જણાય. ધર્મ-કર્મ પ્રત્યે વિશેષ આસ્થા અને વિશ્વાસ જાગૃત થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સંબંધી સમસ્યાઓ ઉકેલાતી જણાય. જીવનસાથીનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરશે.

મકર

માનસિક સ્થિરતા રહે. દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. સીમેન્ટ, સેનેટરી,ચા-ખેતી તેમજ ઇલેકટ્રોનિક્સના ધંધામાં વિશેષ લાભ. જીવનસાથી સાથે વિવાદ ટાળશો તો આનંદ. માથાના દુઃખાવાની સમસ્યા રહે.

કુંભ

સંબંધમાં તણાઇને ખોટાનિર્ણય લેશો નહીં. ધંધાકીય ક્ષેત્રે જોખમ ટાળવું. અગત્યના આર્થિક ધંધાકીય કાર્યો મુલતવી રાખવા. નાણાં ગુમાવવાના યોગ બને છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવાથી સમસ્યા વધતી જણાય.

મીન

પરિવારમાં કોઇપણ મુદ્દાને લઇને તણાવ ટાળવો. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. મિત્રોના સહકારને લઇને કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. ધંધામાં લાભ. યશ-પ્રતિષ્‍ઠા વધે.

Subscribe

Latest stories

spot_img