HomeGujaratકોંગ્રેસના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા, જાણો કેમ ?

કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા, જાણો કેમ ?

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

રાહુલ ગાંધીએ કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ગુરુવારે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આજે અમે 2 રૂપિયા ખર્ચવા માટે પણ લાચાર બની ગયા છીએ. એટલું જ નહીં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈલેક્ટરોલ બૉન્ડને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, લોકશાહી માટે નિષ્પક્ષ ચૂંટણી જરૂરી છે. એવું ન હોવું જોઈએ કે સત્તામાં રહેલા લોકોનો સંસાધનો પર એકાધિકાર હોય, એવું ન હોવું જોઈએ કે મીડિયા પર તેમનો એકાધિકાર હોય, એવું ન હોવું જોઈએ કે સત્તાધારી પક્ષનો સંવૈધાનિક અને ન્યાયિક એજન્સીઓ જેવી કે IT, ED, ચૂંટણી આયોગ પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ હોય.

આ અંગે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે અમે ચૂંટણી પ્રચારને અસરકારક બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. ઈલેક્ટોરલ બૉન્ડના કારણે ભાજપને મોટો ફાયદો થયો છે. અમે બધા માનીએ છીએ કે આ ગેરબંધારણીય અને અલોકતાંત્રિક છે. વડાપ્રધાન કોંગ્રેસને લાચાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બહુ ગંભીર મુદ્દો છે, લોકશાહી પર હુમલો છે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દો સાત વર્ષ જૂનો છે અને રૂ. ૧૪ લાખનો મુદ્દો છે, જેને કારણે કોંગ્રેસ પાર્ટીનાં બધાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે અને રૂ. ૨૦૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપ પર મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસના ત્રણે દિગ્ગજ નેતાઓ- મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધાં છે, જેને કારણે તેઓ ચૂંટણીપ્રચાર નથી કરી શકતા.રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક મહિના પહેલાં કોંગ્રેસ પાર્ટીનાં બધાં એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. જોકોઈ પરિવારનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરશો તોએ ભૂખ્યો મરી જશે. એ કોંગ્રેસ પાર્ટીની સાથે કરવામાં આવ્યું છે, પણ કોઈ સંસ્થાએ, કોર્ટે, ચૂંટણી પંચે કે કોઈએ કશું કંઈ કહ્યું નથી. આજે અમે રેલવે ટિકિટ નથી ખરીદી શકતા. અમે અમારા નેતાઓને એક જગ્યાથી બીજી જગ્યાએ નથી મોકલી શકતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img