Sunday, Sep 14, 2025

જયપુરના જેસલ્યા ગામમાં ગેસનો બાટલો ફાટતાં પાંચ લોકોના મોત

2 Min Read

જયપુરના વિશ્વકર્મામાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. અહીં એક મકાનમાં ગેસનો બાટલો ફાટતાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકો દાઝી ગયા હતા. વિશ્વકર્માના જેસલ્યા ગામમાં લાગેલી આગમાં ત્રણ માસુમ બાળકો સહિત આખો પરિવાર મૃત્યુ પામ્યો છે. જૈસલ્યા ગામમાં મધુબની બિહારનો એક પરિવાર ભાડે રહેતો હતો. આજે રાતે જ્યારે પરિવારના લોકો સૂતા હતા તે સમયે જ આગ લાગી હતી. તેમને બહાર નીકળવાની તક પણ ના મળી. આગથી બચવા તેઓ એક ખૂણામાં છુપાઈ ગયા હતા.

Tharad, Banas Kantha : થરાદ: માર્કેટયાર્ડ લાખણી ખાતે મોબાઈલ માં શોટસર્કિટ થતાં ગેસનો બાટલો ફાટતાં ભયનો માહોલ | Public Appરાજસ્થાનના જયપુરમાંથી આગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જયપુરના વિશ્વકર્મામાં એક મકાનમાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા છે. વિશ્વકર્માના જેસલ્યા ગામમાં લાગેલી આગમાં ત્રણ માસુમ બાળકો સહિત આખો પરિવાર આગમાં ભુંજાયો. આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. તમામ મૃતકો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે, પોલીસે FSLની ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી.

સમગ્ર ઘટનાને લઈ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, જયપુરમાં ભીષણ આગને કારણે ૫ નાગરિકોના અકાળે મૃત્યુના સમાચાર હૃદયને હચમચાવી નાખે તેવા છે. હું સર્વશક્તિમાન ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને દુખદ ઘટનાને સહન કરવાની શક્તિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા થાય. ઘાયલોને યોગ્ય સારવારની સુવિધા આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article