Sunday, Sep 14, 2025

નર્મદ યુનિવર્સિટીમાં પેપરમાં અભદ્ર ભાષા અને રોકડ મૂકનારાને કડક સજા

2 Min Read

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો દ્વારા આગામી પરીક્ષાની તૈયારી શરૂ કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.  જેમાં વાર્ષિક પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકવી, માઇક્રો ઝેરોક્ષ કોપીથી કોપી કરવી, ઉત્તરવાહીમાં બીભત્સ લખાણ લખવું, ગાળો લખવી વગેરે સહિતના અનેક મુદ્દાઓને લઈને જુદી જુદી પેનલ્ટીની રકમ જાહેર કરવામાં આવી છે તેની સાથે સાથે વિદ્યાર્થીઓ સામે કડક પગલાં પણ ભરવામાં આવશે. આવી પ્રવૃત્તિ રોકવા માટેની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકોએ એક પ્રયાસ શરૂ કર્યો છે.

યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્ક્વોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે.. પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં અભદ્ર ભાષામાં લખાણ લખતા વિદ્યાર્થીઓ પાસેથી સિવિલ સર્જનનું મેન્ટલી સર્ટિફિકેટ રજૂ કરવા માટેના આદેશ જારી કરાયા છે. પરીક્ષા દરમિયાન થતી આ પ્રકારની ગેરિતિ રોકવા યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કડકથી કડક પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જે પરીક્ષાઓ ચાલી રહી છે તેનું સીધું મોનિટરિંગ યુનિવર્સિટી દ્વારા હવે કરવામાં આવશે.

થોડા સમય અગાઉ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક VNSGUમાં નવી શિક્ષણ પોલીસી અંતર્ગત એક મોટો નિર્ણય લેવાયો હતો. જે વીર નર્મદ યુનિવર્સિટીમાં પાસ થવા વિદ્યાર્થીઓએ ૩૬ માર્ક્સ મેળવવા રહે છે. નવી શિક્ષણ પોલીસીમાં પાસિંગ માર્કસ ૩૬ કરાયા જેમાં આંતરિક મૂલ્યાંકનમાં ૫૦ માર્કમાંથી ૧૮ પાસિંગ માર્કસ, ૨૫ માંથી ૯ પાસિંગ માર્કસ રખાયા છે.  આ સાથે ૩૫ માર્કની પરીક્ષામાં ૧૩ માર્કસ પાસિંગ અને ૧૫ માર્કસની પરીક્ષામાં ૫ માર્કસ પાસિંગ રખાયા છે.

કેટલીક વાર અમુક વિદ્યાર્થીઓ પ્રશ્નના યોગ્ય જવાબો લખવાને બદલે ઉત્તરવહીમાં અયોગ્ય ભાષાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓ સામે પણ હવે પગલા લેવામાં આવનાર છે. યુનિવર્સિટી દ્વારા તેના માટે પણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર પરિક્ષાર્થીને રૂપિયા ૧,૦૦૦ની પેનલ્ટી થશે. એટલુ જ નહિ વિદ્યાર્થીએ માનસિક ફિટનેશનું સર્ટિફિકેટ આપવું પડશે. સર્ટીફિકેટ નહી આપી શકનાર વિદ્યાર્થીને આગામી પરીક્ષાનું ફોર્મ નહી ભરી શકે.

આ પણ વાંચો :-

Share This Article