Sunday, Sep 14, 2025

કૃષ્ણ જન્મભૂમિના હિન્દુ પક્ષકાર વકીલને પાકિસ્તાન તરફથી મળી ધમકી

2 Min Read

મથુરાનાશ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષના વકીલ આશુતોષ પાંડેને પાકિસ્તાન તરફથી ધમકીભર્યો ફોન આવ્યો છે. તેઓ વૃંદાવનથી હાઈકોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને ફોન પર કેસમાંથી ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું. જો કેસ પાછો નહીં ખેંચાય તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમણે આ અંગે પોલીસને જાણ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ કેસની જાળવણીને લઈને અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે સુનાવણી થવાની છે. દાવો કરાયો છે કે કટરા કેશવ દેવ મંદિરની ૧૩.૩૭ એકર જમીન પર શાહી ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી છે. આ કેસમાં મુસ્લિમ પક્ષે હાઈકોર્ટને જણાવ્યું હતું કે વાદી હિન્દુ પક્ષ જમીનના માલિકી હક્કની માંગ કરી રહી છે, જે શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી મસ્જિદ ઈદગાહના સંચાલન વચ્ચે ૧૯૬૮માં થયેલા કરારનો વિષય હતો.

આશુતોષ પાંડે જ્યારે વૃંદાવનથી હાઈકોર્ટ જવા નીકળ્યા હતા ત્યારે તેમને ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ દરમિયાન તેમને વોટ્સએપ પર કોલ આવ્યો. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને પાકિસ્તાનથી ફોન આવ્યો હતો. મામલાની માહિતી મળતા જ પોલીસ ચોંકી ઉઠી હતી. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ તેમને પાકિસ્તાન તરફથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ અંગે તેણે ફરિયાદ પણ નોંધાવી હતી.

આ પણ વાંચો :-

Share This Article