Sunday, Sep 14, 2025

મિથુન ચક્રવર્તી છાતીમાં દુખાવા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

2 Min Read

પીઢ અભિનેતા-રાજનેતા મિથુન ચક્રવર્તીને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટની માનીએ તો, અભિનેતાને છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો હતો અને તે અસ્વસ્થતા અનુભવતા હતા. આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમના ફેન્સ ચિંતામાં છે અને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

અહેવાલો અનુસાર, અભિનેતાની નજીકના એક સૂત્રનું કહેવું છે કે તે આજે સવારે એમને ગભરામણ થઈ રહી હતી અને છાતીમાં દુખાવો પણ થતો હતો જેના પગલે તેને કોલકાતાની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મિથુન ચક્રવતી ૭૩ વર્ષના છે. ૧૦ ફેબ્રુઆરી એટલે શનિવારની સવારે તેમને અચાનક જ છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો હતો. થોડી બેચેની પણ અનુભવાઈ રહ્યા હતા. તેમની તબિયત વધુ બગડે તે પહેલા  તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેમની તબિયત કેવી છે? આ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. બીજી તરફ, ફેન્સ પણ ચિંતામાં સરી પડ્યા છે.

આ પહેલા વર્ષ ૨૦૨૨માં પણ હોસ્પિટલમાંથી મિથુન ચક્રવર્તીનો એક ફોટો વાયરલ થયો હતો, જેના પછી ફેન્સ પરેશાન થઈ ગયા હતા. અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ હતી. જે બાદ તેમના પુત્ર મિમોહ ચક્રવર્તીએ પિતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે તેના પિતાની કિડનીમાં પથરી છે. જેના કારણે તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

Share This Article