Saturday, Sep 13, 2025

મિઝોરમમાં સૈનિકોને એરલિફ્ટ કરવા આવેલું મ્યાનમારનું વિમાન ક્રેશ

1 Min Read

ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં લેંગપુઇ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે. મિઝોરમની રાજધાની આઈઝોલ નજીક લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમાર આર્મીનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન મ્યાનમારથી સૈનિકોને એરલિફ્ટ કરવા માટે આવ્યું હતું.

મ્યાનમારના બળવાખોરોના હુમલામાં બચી ગયેલા સૈનિકોને લેવા માટે આવેલું વિમાન લેંગપુઈ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી જઈને ખાડમાં પડી ગયું હતું, જેના કારણે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય ૧૨ને સામાન્ય ઈજા થઈ છે. ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં બળવાખોરો અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. બળવાખોરો ભારે પડ્યા ત્યારે લગભગ ૧૦૦ સૈનિકો ત્યાંથી ભારતીય સરહદ પરના મિઝોરમના લ્વાંગતલાઈ જિલ્લામાં આવી ગયા હતા. આ વિમાન તે સૈનિકોને પરત લેવા માટે આવ્યું હતું.

શરુઆતી રિપોર્ટ્સમાં જણાવવામા આવ્યું છે કે મ્યાનમાનરમાં સેના અને વિદ્રોહિયો વચ્ચે લડાઈ ચાલી રહી છે, જેના કારણે સૈનિક ભાગીને મિઝોરમના લાંગ્ટલાઈ જિલ્લામાં દાખલ થઈ ગયા. આ સૈનિકોને લેવા માટે વિમાન ભારતમાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article