દક્ષિણ અમેરિકાના ઉત્તર-પશ્ચિમ દેશ ઇક્વાડોરમાં મંગળવારે એક આશ્ચર્યજનક ઘટના બની હતી. પોર્ટ સિટી ગ્વાયાકિલમાં ટીસી ટેલિવિઝન નેટવર્કના સેટ પર ૧૩ માસ્ક પહેરેલા આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે આતંકીઓએ ઘૂસણખોરી કરી ત્યારે લાઈવ શો ચાલી રહ્યો હતો. લાઈવ શોમાં જ તેમણે સેટ પર હાજર લોકોને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. ગભરાયેલા કર્મચારીઓ શાંત નહીં થાય તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાનો વીડિયોમાં કેદ થઈ હતી જેનો વીડિયો પણ વાયરલ થયો છે.
ઇક્વાડોર સરકારના કહ્યું કે લાઇવ શો દરમિયાન ટીવી સ્ટુડિયો પર હુમલો કર્યો હતો તેમને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમાન્ડર સીઝર ઝપાટાએ કહ્યું કે માસ્ક પહેરેલા ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી બંદૂકો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે એક માથાભારે ગેંગના સભ્યોના જેલમાંથી ભાગી જવાને પગલે રવિવારે એક્વાડોરમાં અનેક હુમલા કરવામાં આવ્યા હતા. તેમજ ગેંગે યુદ્ધની જાહેરાત કરી હતી. તેના થોડા જ કલાકો બાદ રાષ્ટ્રપતિએ દેશમાં ‘આંતરિક સશસ્ત્ર સંઘર્ષ’ની જાહેરાત કરી હતી. તેમજ સ્થિતિ બગડતી જોઈને રાષ્ટ્રપતિએ નિર્ણય લીધો હતો કે તેઓ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરશે. આ સાથે જ સોમવારે નોબોઆએ ૬૦ દિવસ માટે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિની જાહેરાત કરી હતી. આ પછી સરકારે રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્યુ પણ લગાવી દીધો હતો.
ઇક્વાડોરએ લાંબા સમયથી ટોચના કોકેઇન નિકાસકારો માટે કોલંબિયા અને પેરુ વચ્ચે શાંતિપૂર્ણ આશ્રયસ્થાન છે. તેમજ તાજેતરના વર્ષોમાં જ મેક્સીકન અને કોલમ્બિયન કાર્ટેલ સાથે સંબંધો ધરાવતી ‘હરીફ ગેંગ નિયંત્રણ’ માટેની લડતમાં ઘણી હિંસા જોવા મળી હતી. દરમિયાન બંદૂકધારીઓએ ટીવી સ્ટેશન પર હુમલો કર્યાના થોડા સમય પછી નોબોહે દેશમાં કાર્યરત ૨૦ ડ્રગ હેરફેર ગેંગને આતંકવાદી જૂથો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-