Thursday, Oct 23, 2025

બનાસકાંઠાના હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પરિવારના ચાર લોકોના મોત

1 Min Read

બનાસકાંઠાના થરાદ-ડીસા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ૪ લોકોના મોત થઈ ગયા છે. પરિવાર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતો ત્યારે અકસ્માતની ઘટના બની હતી. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર ઘરે આવે તે પહેલા જ આ ગોઝરી ઘટના બનતા પરિવારના અન્ય સભ્યો પર આભા તૂટી પડ્યા જેવી ઘટના સર્જાઈ છે.

બનાસકાંઠાના થરાદ-ડિસા હાઈવે પર ખોરડા ગામ પાસે ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ૪ લોકોના મોત થયા છે. ટ્રક ચાલકે  કારને અડફેટે લેતા કારમાં સવાર ૪ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. તમામ મૃતક વાવના ડાભલિયા વાસના હોવાનું અનુમાન છે. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાને પગલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

Share This Article