Friday, Oct 24, 2025

ગુજરાતમાં માવઠા પહેલા પડશે કડકડતી ઠંડી, ખેડૂતોના જીવ પડીકે બંધાયા!

2 Min Read

ગુજરાતમાં ઠંડીનો બરાબરનો માહોલ જામ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતના વિભિન્ન શહેરોમાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનું જોર વધવાથી ખેડૂતઆલમમાં આનંદ જોવા મળી રહ્યો છે.  ખેડૂતોની આ ખુશી લાંબા સમય સુધી રહેવાની નથી. કારણ કે હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૮થી ૧૦ જાન્યુઆરી સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં તૈયાર થઇ રહ્યુ છે આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધશે તેની સાથે ૬ કે ૭ જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે. દક્ષિણ ભારત તરફથી વરસાદની સિસ્ટમ છે જે અરબી સમુદ્રના માર્ગે ઉત્તર અને ઉત્તર પૂર્વના માર્ગે આગળ વધવાની છે. આઠમી તારીખે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. ૯ તારીખે રાજકોટ, જૂનાગઢ, અમરેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને મધ્ય ગુજરાતના દાહોદમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. ૧૦મી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા વધારે છે.

રાજ્યમાં ખાસ કરીને ચાર કે પાંચ તારીખ સુધી એકથી બે ડિગ્રી સુધીનો ઘટાડો થશે. આ ઠંડી શિયાળુ પાક માટે ઘણી સારી રહેશે. આ સાથે તેમણે કહ્યુ કે, ગાત્રો થીજવતી ઠંડી એક અઠવાડિયા સુધી જોવા નહીં મળે. જે બાદ ૧૧થી ૨૦ જાન્યુઆરી સુધીમાં કોલ્ડવેવનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતા છે. ૧૧થી ૨૦ તારીખ દરમિયાન તાપમાન વધારે નીચું આવે તેવી પણ શક્યતા છે. જેમા ક્યાંક તીવ્ર ઠંડીનો અનુભવ જોવા મળે તેવી પણ શક્યતા છે.

આ પણ વાંચો :-

Share This Article