Friday, Oct 24, 2025

સારવાર માટે આવેલી મહિલાની તબીયત લથડી, તબીબે તાત્કાલિક CPR આપી જીવ બચાવ્યો

2 Min Read

સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં આવેલા હોમિયોપેથિક ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી હતી. જયાં તબીબ ડોક્ટર અય્યાદ મહિલાને શું તકલીફ થાય છે તે અંગે પૂછપરછ કરી રહ્યા હતા. આ દરમિયાન તબીબ મહિલાનું બીપી માપવા જતા હતા. તે દરમિયાન એકાએક મહિલાની તબિયત લથડી હતી અને મહિલા ઢળી પડી હતી. તેથી તબીબે તાત્કાલિક તબીબે સીપીઆર આપવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ત્યાં અન્ય સ્ટાફ પણ દોડી આવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

મહિલા અચાનક ઢળી પડતાં ડો. અય્યાઝે તેણીનું બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એ દરમિયાન મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગઈ હતી. આંખોના ડોળા ઉપર ચડી ગયા હતાં. આથી ડો.અય્યાઝે એકક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો. બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી.

ડો. અય્યાઝે કહ્યું કે, પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમે લોહીના રિપોર્ટ કરાવ્યા હતાં.  આર્થિક રીતે નબળું પરિવાર છે. તેણીનો પતિ રિક્ષા ચલાવે છે. જેથી તેમણે એ રિપોર્ટ નહોતા કરાવ્યા. જોકે, હાલ અમે દવાઓ આપી છે. જેના આધારે તેણીની તબિયત સાધારણ હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો :-

Share This Article