Thursday, Oct 30, 2025

સાક્ષી, બજરંગ, વિનેશ ફોગાટે અને પુનિયા સામે વિરોધ પ્રદર્શન, ૩૦૦થી વધુ પહેલવાનો મેદાને પડ્યાં

2 Min Read

કુસ્તી વિવાદમાં હવે મોટો ટ્વિસ્ટ આવ્યો છે. 3 મોટા પહેલવાનોની સામે 300થી વધુ પહેલવાનો મેદાને પડ્યાં છે. ભારતીય કુસ્તી ફેડરેશનને લઈને ચાલી રહેલા વિવાદમાં બુધવારે નવો વળાંક આવ્યો. અત્યાર સુધી આંદોલન કરીને પોતાનું સન્માન પરત કરનાર સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ સામે વિરોધ શરૂ થયો છે. બુધવારે જંતર-મંતર પર સેંકડો કુસ્તીબાજો એકઠા થયા હતા અને તેમણે આ ત્રણેયનો વિરોધ કર્યો હતો.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના કથિત જાતીય સતામણી સામે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટના નેતૃત્વમાં વિરોધને કારણે ભારતીય રેસલરો ૨૦૨૩માં કોઈપણ રાષ્ટ્રીય સ્પર્ધામાં રમી શક્યા નહોતા. ઘણા યુવા કુસ્તીબાજો જંતર-મંતર પર એકઠા થયા હતા અને WFI માં ચાલી રહેલા વિવાદમાં યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગની કાર્યવાહી અને હસ્તક્ષેપની માંગ કરી હતી. જણાવી દઈએ કે જંતરમંતર પર સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટ વિરુદ્ધ પ્રદર્શન ચાલુ કર્યું છે. યુપી હરિયાણ અને દિલ્હીથી આવેલા પહેલવાનો વિરોધ કરવા આવ્યા છે.

જુનિયર કુસ્તીબાજોમાં બાગપતના છાપરૌલીના ૩૦૦ લોકો છે. આ ઉપરાંત કેટલાક લોકો નરેલાની વિરેન્દ્ર રેસલિંગ એકેડમીમાંથી પણ આવ્યા છે. એટલું જ નહીં, આ લોકોનું કહેવું છે કે, અહીં કેટલાક વધુ રેસલર આવી રહ્યા છે. તેઓએ જંતર-મંતર પર વિરોધ કરવાનો નિર્ણય કર્યો, જ્યાં સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ એક મહિનાથી વધુ સમયથી રોકાયા હતા.

થોડા દિવસો પહેલા મહિલા રેસલર વિનેશ ફોગટને પીએમ ઓફિસ જતી વખતે અટકાવવામાં આવી હતી. તે પીએમઓને અર્જુન એવોર્ડ પરત કરવા જઈ રહી હતી. આવી સ્થિતિમાં ખેલાડીએ કર્તવ્ય પથ ઉપર અર્જુન એવોર્ડ છોડી દીધો. આ પહેલા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો. આ મહિનાની ૨૨મી તારીખે બજરંગ પુનિયાએ તેમનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો. તેણે પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કર્યા પછી બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કર્યું.

આ પણ વાંચો :-

Share This Article