ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ સોમવારે જાહેરાત કરી હતી કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GujCET) માટે રજિસ્ટ્રેશન ૨ જાન્યુઆરીથી શરૂ થશે અને રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૧૬ જાન્યુઆરી છે.
ગુજરાતમાં આજથી વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરી શકશે. ગુજકેટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ૧૬ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકે છે, પરીક્ષા માટે ૩૫૦ ફી નક્કી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ડિગ્રી, ફાર્મસી કે એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તે વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ આપવી ફરજિયાત છે.
ગુજકેટ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરતા કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તેની ખાસ તકેદારી વિદ્યાર્થીઓએ રાખવી પડશે. વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ અગવડ ન પડે તે માટે ગુજરાત બોર્ડની વેબસાઈટ પર માહિતી મુકવામાં આવી છે. વિદ્યાર્થીઓ વેબસાઈટ www.gseb.org અને gujcet.gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ગુજકેટ પરીક્ષાની તારીખમાં તાજેતરમાં જ ફેરફાર કરવામાં આવ્યો હતો. CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ-૨૦૨૪ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. બોર્ડ પરીક્ષા ૩૧ માર્ચે યોજશે. અગાઉ, બોર્ડે ૨ એપ્રિલના રોજ પરીક્ષાની તારીખ જાહેર કરી હતી, પરંતુ તારીખો CBSE બોર્ડની પરીક્ષાઓ સાથે અથડાઈ હોવાથી, બોર્ડે ૩૧ માર્ચે GujCET ને ફરીથી શેડ્યૂલ કરી હતી.
આ પણ વાંચો :-