ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના જગપ્રસિદ્ધ સૂર્યમંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રમતગમત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા ૬ શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો.
મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્યનમસ્કાર સમારોહ યોજાયો હતો. આ સૂર્ય નમસ્કાર સમારોહમાં ૨૫૦૦ થી વધુ લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરા સહિત રાજ્યનાં વિવિધ ૧૦૭ આઈકોનિક સ્થળએ યોજી ગીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમની નોંધ લેવાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જીલ્લાનાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.
આરોગ્યપ્રદ જીવન શૈલી માટે યોગ ઉત્તમ છે. સરકારે યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે. વિકસિત ભારત માટે સ્વસ્થ,તંદુરસ્ત સમાજ અનિવાર્ય છે.કાર્યક્રમને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આજે આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આજે એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. સૂર્ય નમસ્કાર દેશ અને દુનિયા માટે નવી દિશા છે. ગુજરાતના ૧૮ હજાર ગ્રામીણ વિસ્તારમાં સૂર્ય નમસ્કાર કાર્યકમ થયાં છે.
આ બાબતે જીલ્લા કલેક્ટર ર્ડા. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, મોઢેરા સૂર્ય મંદિર ખાતે વર્ષનાં પહેલા દિવસે દરેક નાગરિકનું સ્વાસ્થ્ય જીવનશૈલી અને નિરોગી જીવન માટે આજે સવારે ૭.૩૦ કલાકે રાજ્યકક્ષાનાં સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાનો સન્માન સમારોહ કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ પણ વાંચો :-