રશિયા અને યુક્રેન વચ્ચે દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ફરી એકવાર ભીષણ હુમલો કર્યો છે. હુમલો એટલો જોરદાર હતો કે અનેક ઈમારતોના ઘરાશાયી થઈ. ઘણી ગગનચુંબી ઇમારતો પત્તાના ડેકની જેમ તૂટી પડી. આ ભયાનક હુમલામાં ૧૧ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ટેલિગ્રામ મેસેન્જર પર દાવો કર્યો કે રશિયાએ તેના શસ્ત્રાગારમાંની દરેક વસ્તુ સાથે હુમલો કર્યો. લગભગ ૧૧૦ મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની મિસાઇલ તોડી પાડવામાં આવી હતી. પરંતુ હુમલામાં ૧૨ લોકોના મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયાં છે.
યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧૫૮ હવાઈહુમલા કરવામાં આવ્યા હતા. રશિયાએ આ દરમિયાન ૧૨૨ મિસાઈલ અને ૩૬ ડ્રોન છોડ્યાં હતાં જેમાં ૨૪ નાગરિકોનાં મોત થયાં હતાં. યુક્રેન ૨૨ મહિના પહેલાં યુદ્ધ શરૂ થયા બાદ આ સૌથી મોટો હુમલો માની રહ્યું છે. આ હુમલા અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, આજે રશિયાએ તેના શસ્ત્રાગારમાં હાજર લગભગ દરેક પ્રકારનાં હથિયારોનો ઉપયોગ કર્યો છે.
ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયન દળોએ બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઇલો સહિત વિવિધ પ્રકારના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. યુક્રેનિયન એરફોર્સના પ્રવક્તા યુરી ઈહનતે જણાવ્યું હતું કે રશિયાએ સમગ્ર યુક્રેનમાં લક્ષ્યો પર હુમલો કરવા માટે સ્પષ્ટપણે તેની પાસે જે હતું તેનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે શરૂ થયેલા અને લગભગ ૧૮ કલાક સુધી ચાલુ રહેલા હુમલામાં રાજધાની કિવ અને પૂર્વ અને પશ્ચિમ યુક્રેનના વિસ્તારો સહિત છ શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.