સામાન્ય રીતે માગશર એટલે કડકડતી ઠંડીનો મહિનો ગણાય છે. માગશરમાં લોકો ગરમ વસ્ત્રોમાં ઢબુરાઈ જાય છે. સામાન્ય જનજીવન પણ ભારે ઠંડીના કારણે અમુકઅંશે પ્રભાવિત થાય છે. આ તો જાણે કે કુદરતનો એક ક્રમ છે, જોકે હવે કુદરતે પણ તેનો નિયમ બદલ્યો હોય તેમ એક પછી એક તેની કરામત દેખાતી રહી છે. લોકોએ એકસાથે ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ કર્યો છે. જોકે, હાલ ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હાડથીજવતી ઠંડી પડશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંતો કરી ચૂક્યા છે.
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૧થી ૫ જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૭થી ૯ જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે ૧૦ અને ૧૧ જાન્યુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. તેના કારણે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે.
કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ૨૯, ૩૦, ૩૧ ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. ૧થી ૫ જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. ૫ જાન્યુઆરી સુધી દેશના ૭૦ ટકા ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે
આ પણ વાંચો :-