Thursday, Oct 30, 2025

મહાવીર રૂંગટાને ધમકાવવા મામલે મુખ્તાર અંસારી દોષિત, કોર્ટે સંભળાવી સાડા પાંચ વર્ષની સજા

2 Min Read

માફિયા ડોન મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. વારાણસીની MP MLA કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. ધમકી આપવા મામલે એડિશનલ સિવિલ જજ સિનિયર ડિવિઝન (પ્રથમ) અને MP-MLAએ કોર્ટના પીઠાસીન અધિકારી ઉજ્જવલ ઉપાધ્યાયે આજે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. મામલો કોલસાના વેપારી મહાવીર રૂંગટાને ધમકી આપવાનો છે. મહાવી રૂંગટા કોલસાના વેપારી નંદ કિશોર રૂંગટાના ભાઈ છે. નંદ કિશોર રૂંગટાની હત્યા કરી દેવામાં આવી હતી. આરોપ છે કે, મુખ્તાર અંસારીએ પૈસા માટે નંદ કિશોર રૂંગટાનું અપહરણ કરાવ્યુ હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ખંડણી વસૂલવામાં આવી હોવા છતાં નંદ કિશોર રૂંગટાની હત્યા કરી દેવામાં આવી હતી.

વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં મહાવીર રૂંગટાએ કેસ દાખલ કર્યો હતો. હવે કોર્ટે મહાવીર રૂંગટાને ધમકી આપવાના કેસમાં મુખ્તાર અંસારીને દોષી ઠેરવી સજાનું એલાન કર્યું છે. કોર્ટે મુખ્તાર અંસારીને સાડા પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે મુખ્તાર અંસારીને ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

રવિન્દ્રપુરી કોલોનીમાં રહેતા કોલસાના વેપારી નંદ કિશોર રૂંગટાનું ૨૨ જાન્યુઆરી ૧૯૯૭ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. આ કેસની ચર્ચા વચ્ચે, ૫ નવેમ્બર, ૧૯૯૭ ના રોજ સાંજે, નંદ કિશોર રૂંગટાના ભાઈ મહાવીર પ્રસાદ રૂંગટાને ફોન કરવામાં આવ્યો હતો અને અપહરણનો કેસ ન ચલાવવાની ધમકી આપવામાં આવી હતી, નહીં તો બોમ્બથી હુમલો કરવામાં આવશે. આ કેસમાં ૧ ડિસેમ્બર, ૧૯૯૭ના રોજ ભેલુપુર પોલીસ સ્ટેશનમાં મુખ્તાર અંસારી વિરુદ્ધ ધાકધમકીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article