Thursday, Oct 30, 2025

તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર, હવે ધો.૧૨ પાસને બદલે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ ભરી શકાશે ફોર્મ

2 Min Read

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ તલાટી કમ મંત્રીની લાયકાત ધોરણ ૧૨ પાસને બદલે સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. એટલે કે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષા માટે અરજી કરી શકશે.

તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે પંચાયત વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધોરણ ૧૨ પાસ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકતા હતા, પરંતુ હવે તલાટી કમ મંત્રીની નવી ભરતી ગ્રેજ્યુએશન પર જ થશે.

રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના ૩૦૧૪ તલાટી કમ મંત્રીને નોકરી મળશે. તો ૯૯૮ જૂનિયર ક્લાર્કને પણ નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. તલાટી કમ મંત્રી તથા જૂનિયર ક્લાર્ક સહિત આશરે ૪૫૦૦ ઉમેદવારને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.

આ પણ વાંચો :-

Share This Article