Friday, Oct 24, 2025

RBIએ સતત પાંચમી વાર રેપો રેટમાં કોઈ જ ફેરફાર નહીં, ૬.૫ ટકા પર યથાવત

2 Min Read

ભારતીય રિઝર્વ બેંકએ ફરી એક વાર રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરીને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. દર બે મહિને યોજાતી ૩ દિવસની મોનેટરી પોલિસી કમિટી બેઠક બુધવારે શરૂ થઈ હતી. આજે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી અને કેન્દ્રીય બેંકે ફરી એકવાર રેપો રેટ યથાવત રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી.

બેન્કને રિઝર્વ બેન્કમાંથી ઓછા વ્યાજ પર લોન મળશે તો તેનો ફંડ એકત્ર કરવાનો ખર્ચ ઘટશે. તેના કારણે તે તેના ગ્રાહકોને સસ્તી લોન આપી શકે છે. તેનો અર્થ એ છે કે રેપો રેટ ઓછો થતાં સામાન્ય ગ્રાહકોની હોમ, કાર અથવા પર્સનલ લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. RBIના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર ૬.૫ ટકા પર યથાવત છે. જો કે લોકોને આશા હતી કે આ વખતે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની કરવામાં આવશે પરંતુ એવું થયું નથી. એટલે કે સસ્તી લોન માટે લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે.

RBIએ તેની એપ્રિલની બેઠક બાદથી રેપોરેટના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ છેલ્લે આ વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરીને ૬.૫૦ કરવામાં આવ્યો હતો. ફુગાવાને અંકુશમાં લેવા માટે બેંકે મે ૨૦૨૨ થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી રેપો રેટમાં કુલ ૨.૫ ટકાનો વધારો કર્યો હતો. મે ૨૦૨૨ પહેલા રેપો રેટ ૪ ટકા હતો, જે ફેબ્રુઆરી ૨૦૨૩માં ૬.૫ ટકા પર પહોંચ્યો હતો. આ વખતે રેપો રેટમાં કોઈ વધારો ન થવાને કારણે વ્યાજ દર સ્થિર રહેશે.

આ પણ વાંચો :-

Share This Article