Thursday, Oct 23, 2025

ગુજરાતના કચ્છ સહિત ૪ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

1 Min Read

આજે વહેલી સવારે ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજી હતી. ગુજરાત સહિત દેશના ૪ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં કચ્છના રાપરમાં ૪.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. તો બીજી તરફ, મેઘાલયના શિલોંગમાં ૩.૮ની તીવ્રતાનો ભૂકંપ, તમિલનાડુના ચેંગલપટ્ટુમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ અને કર્ણાટકના વિજયપુરમાં ૩.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. આ સમય લોકોનો કામ-ધંધે જવાનો હોવાથી અફરા-તફરી સર્જાઈ હતી. રાપરથી ૧૯ કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું. જોકે હજુ સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

આજે ભારતના અનેક રાજ્યોમાં ભુકંપના આંચકા અનુભવાયા છે. જેમાં કર્ણાટકના વિજયપુરા, ગુજરાતના કચ્છના રાપર તાલુકામાં, તમિલનાડુના ચેંગલપટ્ટુ તથા મેંઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કર્ણાટકના વિજયપુરામા સવારે ૬.૫૨ કલાકે ૩.૧ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. તો ઉત્તરી તમિલનાડુના ચંગલપટ્ટુ જિલ્લામા શુક્રવારે સવારે ૭.૩૯ કલાકે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. જે જમીનથી ૧૦ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ અનુભવાયું હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૨ રહી. તો ગુજરાતના કચ્છ જિલ્લામાં સવારે ૯ કલાકે રાપર તાલુકામાં ૩.૯ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો.

આ પણ વાંચો :-

Share This Article