Saturday, Sep 13, 2025

બાબા બાલકનાથનું લોકસભાના સાંસદ પદેથી રાજીનામું, જાણો રાજસ્થાનના નવા CM કોણ?

2 Min Read

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ એવા બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનના અલવર જિલ્લામાંથી ધારાસભ્ય બન્યા બાદ બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બાબા બાલકનાથ આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને તેમને સંસદ સભ્યપદેથી રાજીનામું સોંપ્યું હતું.

બાબા બાલકનાથ અલવર જિલ્લાના તિજારાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. બાબા બાલકનાથને CM બનાવવાની અટકળો ચાલી રહી છે. જોકે, ભાજપે હજુ સુધી કોઈનું નામ ફાઈનલ કર્યું નથી. રાજ્યમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. મહત્વનું છે કે, બાબા બાલકનાથ અલવરથી સાંસદ હતા. આ સાથે રાજસ્થાનમાં બાલકનાથની સંભવિત ભૂમિકાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં જે નેતાઓના નામ લેવામાં આવી રહ્યા છે તેમાં બાબા બાલકનાથનો પણ સમાવેશ થાય છે. એવી અટકળો છે કે, ભાજપ તેમને રાજસ્થાનમાં કોઈ મોટી જવાબદારી આપી શકે છે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ચૂંટણી લડાવી હતી. ભાજપે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત ૧૨ સાંસદોને વિધાનસભા ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા. તેમાં ગણેશ સિંહ અને ફગ્ગન સિંહ ફુલસ્તે સિવાય ૧૦ સાંસદો જીતી ગયા. વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ સાંસદ સભ્યો હવે રાજીનામાં આપી રહ્યા છે. બુધવારે ૧૦ સાંસદો અને મંત્રીઓએ સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article