Wednesday, Nov 5, 2025

ITના દરોડામાં એટલી રોકડ મળી કે નોટો ગણતાં-ગણતાં મશીન ખોટકાઈ ગયું!

1 Min Read

ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. કામગીરી કરતા એજન્સીએ કંપની સાથે સંકળાયેલા પરિસરમાંથી મોટી રકમની રોકડ રિકવર કરી છે. ઓડિશાના બોલાંગીર, સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહરદગામાં સર્ચ ઑપરેશન ચાલુ છે. ગઈકાલ સુધી ૫૦ કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ નોટોની સંખ્યા એટલી વધારે છે કે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.

બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ પર કરચોરીની આશંકા છે, જેના પછી આવકવેરા વિભાગના અધિકારીઓએ તેનાથી સંબંધિત ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગની છ ટીમો આ જગ્યાઓની તપાસમાં વ્યસ્ત છે. આઈટી ટીમની સાથે સીઆઈએસએફના જવાનો પણ સામેલ છે.

બુધવારે જ આવકવેરા વિભાગની ટીમે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘર પર દરોડા પાડ્યા હતા. ઈન્કમટેક્સે રાંચી, લોહરદગા અને ઓડિશામાં કોંગ્રેસના સાંસદના પાંચથી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. ધીરજ સાહુ ઝારખંડના અગ્રણી બિઝનેસ અને રાજકીય પરિવારમાંથી આવે છે. તેઓ કોંગ્રેસમાંથી બે વખત રાજ્યસભામાં ચૂંટાયા છે. તેમનું પૈતૃક નિવાસ લોહરદગામાં છે, જ્યારે તેમના પરિવાર પાસે રાંચીના રેડિયમ રોડમાં બંગલો છે. ઈન્કમટેક્સની ટીમોએ ગઈકાલે આ બંને જગ્યાએ સર્ચ કર્યું છે.

આ પણ વાંચો :-

Share This Article