Saturday, Sep 13, 2025

મણીપુરની PNB બેંકમાં ૧૮.૮૫ કરોડ રૂપિયાની લૂંટ

1 Min Read

મણિપુરના ઉખરુલ શહેરમાં ગુરૂવારે પંજાબ નેશનલ બેંક (PNB)ની એક શાખામાં લૂંટની મોટી ઘટના બની હતી. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અજાણ્યા સશસ્ત્ર ડાકુઓએ ઉખરુલમાં સ્થિત PNB શાખામાં લૂંટ ચલાવી હતી અને ૧૮.૮૫ કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. પોલીસે પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું કે, ૮ થી ૧૦ સશસ્ત્ર માણસો બપોરે ઉખરુલ શહેરના વ્યૂલેન્ડ-૧ સ્થિત PNB બેંકની શાખા પર ત્રાટક્યા હતા. તે સમયે બેંકના કર્મચારીઓ આખા દિવસની લેવડદેવડ પછી પૈસાની ગણતરી કરી રહ્યા હતા.

હથિયારબંધ લૂંટારૂઓ પૈસાની ગણતરી કરતા સુરક્ષા કર્મચારીઓ પાસે પહોંચ્યા અને PNB શાખાના કર્મચારીઓને ઘેરી લીધા હતા. ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓ અને બેંક કર્મચારીઓને બંદૂકની અણી પર દોરડાથી બાંધી દેવામાં આવ્યા હતા. લૂ્ંટારૂઓએ રોકડ લઈને જતા સમયે સુરક્ષા કર્મચારીઓ અને બેંક કર્મચારીઓને સ્ટોર રૂમની અંદરથી બંધ કરી દીધા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ સુરક્ષા દળો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બેંક ઓથોરિટીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો :-

Share This Article