Thursday, Oct 23, 2025

ચીનની રહસ્યમય બીમારીની અમેરિકામાં એન્ટ્રી! જેમાં ૧૪૫ બાળકોમાં જોવા મળ્યા

2 Min Read

કોરોના જેવી મહામારી ફેલાવનારા ચીન હાલ ન્યુમોનિયાની લપેટમાં છે અને આ બીમારીથી મોટાભાગના બાળકો પીડિત થઈ રહ્યા છે ત્યારે હવે આ બીમારી અમેરિકા સુધી પહોંચી ગઈ છે જેમાં ૧૪૫ બાળકો ન્યુમોનિયાથી બીમાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ચીનમાં તબાહી મચાવનાર ન્યુમોનિયા હવે અમેરિકામાં ફેલાઈ રહી છે અને ઓહાયોમાં મોટી સંખ્યામાં બાળકો આ બીમારીનો ભોગ બન્યા છે જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓહાયોના વોરેન કાઉન્ટીમાં લગભગ ૧૪૫ બાળકો ન્યુમિનાયની ઝપેટમાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વોરેન કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઈસ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર જો બાળકોમાં આ બીમારીના કેસ વધતા રહેશે તો ટૂંક સમયમાં જ ઓહિયોમાં આરોગ્ય કટોકટી લાદવામાં આવી શકે છે.

કોવિડ મહામારી બાદ અમેરિકન આરોગ્ય પ્રણાલી નબળી સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહી છે તેવામાં ન્યુમોનિયાના વધતા કેસ સંકટને વધુ વધારી શકે છે. જો કે US સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના રાષ્ટ્રીય સ્તરે બધું સામાન્ય છે તેમ છતાં ઓહાયોના અધિકારીઓ આ રહસ્યમય બીમારીનું કારણ શું છે તેની તપાસ કરી રહ્યા છે.

વોરેન કાઉન્ટી હેલ્થ ડિસ્ટ્રિક્ટના મેડિકલ ડાયરેક્ટરના જણાવ્યું હતું કે મોટાભાગના કેસો ત્રણથી ૧૪ વર્ષની વયના બાળકોમાં છે. અને બાળકોની સરેરાશ ઉંમર આઠ વર્ષ છે. આ ઉપરાંત તેમણે માતા-પિતાને બાળકોને તાવ, ઉધરસ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી અને છાતીમાં દુખાવો તેમજ ઠંડી લાગવા પર સાવચેત રહેવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં પણ રહસ્યમય ન્યુમોનિયાની બીમારી ચરમસીમા પર છે, જ્યાં મોટી સંખ્યામાં બાળકો પીડિત થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article