Thursday, Oct 23, 2025

ભારતના આ રાજ્યમાં બે બાળકોમાં જોવા મળ્યા ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના લક્ષણ

2 Min Read

ચીનમાં બાળકોમાં શ્વાસ સંબંધીત ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આગળ આવી રહ્યા છે. ચીનમાં ફેલાતા રોગને લઈને ઉત્તરાખંડમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કોરોના બાદ હવે દેશના લગભગ તમામ રાજ્યો ચીનમાંથી ઉદભવેલી આ બીમારીને લઈને એલર્ટ પર છે. આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યા બાદ તમામ બાબતો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. આ જ ક્રમમાં, ઉત્તરાખંડના બાગેશ્વરમાં બે બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો જોવા મળ્યા છે. આ સંદર્ભે બાળકોના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના આરોગ્ય વિભાગે ચીનમાં માઇક્રો પ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝાના પ્રસારને લઈને તકેદારી રાખવાનું શરૂ કર્યું છે. આ અંગે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. હવે એલર્ટ બાદ બાગેશ્વર જિલ્લામાં બે બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો જોવા મળ્યા છે. બંનેના સેમ્પલ સુશીલા તિવારી હોસ્પિટલમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોને લઈને WHO -વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. તપાસનો રિપોર્ટ ૪ થી ૫ દિવસમાં આવશે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ આગળનો કોઈ નિર્ણય લેવામાં આવશે કે આ વાયરસ એ જ છે કે નહીં. હાલમાં આરોગ્ય વિભાગ આ બાબતે સંપૂર્ણ સતર્ક હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article