Friday, Oct 31, 2025

બનાસકાંઠામાં હાર્ટ ઍટેકથી BSFના જવાનનું મોત થતા ગામમાં શોકનું માહોલ

2 Min Read

ગુજરાતમાં હાર્ટઍટેકના કેસોમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. પરિવાર અને ગામનું ગૌરવ વધારવા ભારતીય સેનામાં જોડાયેલ જવાનનું ફરજ ઉપર જતા સમયે હાર્ટઍટેકથી મોત થયું છે. આ તરફ જવાનના મોતથી પરિજનો અને ગ્રામજનો સહિત પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને મૃતક જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામના જવાનનું હાર્ટઍટેકથી નિધન થયું છે. વિગતો મુજબ BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા જવાનનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું સામે આવી છે. રાહુલ ચૌધરી નામનો જવાન ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન મકડાલા આવ્ચો હતો. જે બાદમાં  રાહુલ ચૌધરી પ્રથમ પોસ્ટિંગ માટે અમદાવાદથી પશ્ચિમ બંગાળ જઈ રહ્યો હતો. આ દરમિયાન  અમદાવાદથી ફરજ પર જતા સમયે હાર્ટએટેક આવતા જવાનનું મોત થયું છે.

દિયોદરના મકડાલા ગામમાં જવાન રાહુલ ચૌધરીના મોતથી શોકનો માહોલ વ્યાપી ગયો છે. રાહુલ ચૌધરી પ્રથમ પોસ્ટિંગ માટે પશ્ચિમ બંગાળ જઈ રહ્યો હતો જોકે એ પહેલા જ રાહુલ ચૌધરીને હાર્ટઍટેક આવતા તેમનું મોત થયું છે. આ તરફ રાહુલ ચૌધરીના પાર્થિવ દેહને મકડાલા ગામે લવાયો હતો. જ્યાં BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા હતા. BSF જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.

આ પણ વાંચો :-

Share This Article