Friday, Oct 31, 2025

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે હવે મેન્યુઅલ ખોદકામ હાથ ધરશે

2 Min Read

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે, છંતા કામદારો સુધી પહોંચવામાં કોઈને કોઈ મુશ્કેલી ઉભી થઈ રહી છે, જેના કારણે કામદારો સુધી પહોંચવામાં આજે ૧૬ દિવસ થઈ ગયા છે. હવે પરિવારના સભ્યોના ચહેરા પર પણ ચિંતા જોવા મળી રહી છે. ત્યારે હવે સિલ્ક્યારા ટનલમાં ૧૬ દિવસથી ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સોમવાર ૨૭, નવેમ્બરથી મેન્યુઅલ ખોદકામ શરૂ થઈ શકે છે. આ ખોદકામ તે બાજુથી કરવામાં આવશે જ્યાં ૪૮ મીટરની પાઇપ ટનલ બનાવ્યા બાદ ઓગર મશીન તુટી ગયુ થયું હતું.

ટનલમાં આજે ૬ લોકોની એક ટીમને પાવડા, કોદાળી સાથે અંદર મુકવામાં આવશે, જેઓ ટનલમાં કામદારો સુધી પહોંચવામાં બાકી રહેલું લગભગ ૧૦ મીટર જેટલું મેન્યુઅલ ખોદકામ હાથ ધરશે. જો બધું યોજના મુજબ ચાલેશે, તો બચાવ ટીમ મંગળવારે કામદારો સુધી પહોંચી શકે છે. નિષ્ણાતો કહે છે કે લગભગ ૧૦ મીટર મેન્યુઅલ ખોદવામાં ૨૫ થી ૩૦ કલાકનો સમય લાગી શકે છે.

બચાવ કામગીરી માટે નિયુક્ત નોડલ ઓફિસર ડૉ. નીરજ ખૈરવાલે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે પાઈપમાં ફસાયેલા ઓગર મશીનના બ્લેડ અને શાફ્ટને કાપવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે હવે પાઇપમાંથી ૮.૧૫ મીટર ઓગર મશીનના બ્લેડ અને શાફ્ટનો ભાગ કાઢવાનો બાકી છે. ઓગર મશીન જે ઝડપે કટીંગ કરી રહ્યું છે તે મુજબ આ કામ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. ખૈરવાલે જણાવ્યું હતું કે પાઇપમાં ફસાયેલા ઓગર મશીનને દૂર કર્યા પછી જાતે ખોદકામ ચાલુ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article