ચંદ્રયાન-૩એ ૨૩ ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને રેકોર્ડ સર્જી દીધા હતા અને તેની સાથે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરવાની આ સિદ્ધી મેળવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો હતો. જોકે આ મિશનમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવનાર તથા અગ્રેસર રહીને મોરચો સંભાળનારા ૬૦ વર્ષીય રમેશ કુન્હીકનન હતા. તેઓ એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને કાયનેસ ટેક્નોલોજી ઈન્ડયાના સંસ્થાપક છે. તેમની આ કંપની મૈસુરુમાં આવેલી છે. જોકે ભારતની અંતરિક્ષમાં આ સિદ્ધીને કારણે રમેશ કુન્હીકનન હવે બિલિયોનેર બની ગયા છે.
ફોર્બ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રમેશ કુન્હીકનને ચંદ્રયાન-૩ મિશનની સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. તેમણે ચંદ્રયાન-૩ માટે ઈલેક્ટ્રોનિક સિસ્ટમની સપ્લાય કરી હતી જેના દ્વારા રોવર અને લેન્ડરને વીજળી મળી રહી હતી.
ચંદ્રયાન-૩ મિશન સફળ થયું હતું ત્યારે કેટીઆઈના શેરની કિંમતોમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. આ કંપનીએ નવેમ્બર ૨૦૨૨માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ કરાવ્યું હતું અને અત્યાર સુધીમાં તેના શેરની કિંમત લગભગ ત્રણ ગણી થઇ ચૂકી છે. જ્યારે લ્યુનર મિશનમાં પણ આ કંપનીની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની માહિતી સામે આવી હતી ત્યારે તેના શેર્સની કિંમતમાં ૪૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. હાલમાં તેમની નેટવર્થ ૧.૧ બિલિયન ડૉલર એટલે કે આશરે ૧૧૦ કરોડ ડૉલર આંબી ચૂકી છે. કેટીઆઈમાં રમેશ કુન્હીકનન પાસે કુલ ૬૪ ટકા હિસ્સેદારી છે.
આ પણ વાંચો :-