જમ્મુ-કાશ્મીરના LG મનોજ સિન્હાએ પાંચ જવાનોને શ્રધ્ધાંજલી આપી

Share this story

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સામે લડતા સુરક્ષા દળોના પાંચ જવાન વીરગતિ પામ્યા હતા. આ અથડામણમાં સેનાના ૨ અધિકારીઓ અને ૩ જવાનો વીરગતિ પામ્યા હતા. આર્મી જનરલ હોસ્પિટલ રાજૌરી ખાતે સેના દ્વારા પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીરગતિ પામેલા આર્મી જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને સેનાના વરિષ્ઠ અધિકારીઓએ તમામ સૈનિકોને રાજ્ય સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપી છે.

અશ્રુભીની આંખો સાથે તમામ સૈનિકોને અંતિમ વિદાય આપતા જોવા મળ્યા હતા. હવે શહીદ જવાનોના મૃતદેહ તેમના પરિવારને પહોંચાડવાનું કામ કરવામાં આવશે. જે પરિવારોએ તેમના પુત્રો, પિતા અથવા પતિ ગુમાવ્યા છે તેઓ શોકમાં છે.  અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ શુક્રવારે રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન વિસ્ફોટમાં જીવ ગુમાવનારા પાંચ સૈન્ય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વીડિયોમાં એલજી સૈન્યના પાંચ જવાનોના નશ્વર અવશેષો પર પુષ્પાંજલિ અર્પણ કરતા અને એક પછી એક સલામી આપતા જોવા મળ્યા હતા.

રાજૌરી અથડામણ બાદ ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, અમે અમારા આર્મીના જવાનો ગુમાવ્યા છે પરંતુ અમે આતંકવાદીઓને ખતમ કરી દીધા છે. અમારા બહાદુર સૈનિકોએ તેમના પોતાના જીવનનો વિચાર કર્યા વિના પ્રશિક્ષિત વિદેશી આતંકવાદીઓને ખતમ કરવાનું કામ કર્યું છે. આ એક મોટી સફળતા છે. જેનાથી આતંકવાદીઓની ઈકો-સિસ્ટમ અને પાકિસ્તાનને આંચકો મળ્યો છે. આ વિસ્તારમાં ૨૦-૨૫ આતંકવાદીઓ કાર્યરત હોઈ શકે છે. આપણે એક વર્ષમાં પરિસ્થિતિને કાબૂમાં લઈ શકીશું.

આ પણ વાંચો :-