Monday, Dec 15, 2025

તેલંગાણામાં વોટિંગ પહેલા મળી આવી કરોડો રોકડ પકડાઈ

1 Min Read

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે ૩૦ નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગચ્ચીબાઉલીથી એક કારમાં ૫ કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. જ્યારે કારચાલકને આ રોકડ વિશે પૂછવામાં આવ્યું તો તે કોઈ હિસાબ ન આપી શક્યો. પોલીસે આ મામલે ૩ લોકોની અટકાયત કરી હતી.

૫ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદથી લગભગ ૧૭૬૦ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે. આ ૨૦૧૮માં આ ૫ રાજ્યોમાંથી મળેલી રોકડ કરતાં ૭ ગણી વધારે છે. ચૂંટણી પંચ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને આવી કાર્યવાહી કરે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ચૂંટણીની જાહેરાત બાદ એમપી, મિઝોરમ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાંથી ૧૭૬૦ કરોડ રૂપિયાથી વધુ રકમ જપ્ત કરવામાં આવી છે. જ્યારે ૨૦૧૮માં આ રાજ્યોમાંથી ૨૩૯.૧૫ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. અગાઉ ચૂંટણી પંચે ગુજરાત, હિમાચલ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને કર્ણાટકમાં ૧૪૦૦ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. આ છેલ્લી ચૂંટણીમાં જપ્ત કરાયેલી રોકડ કરતાં ૧૧ ગણી વધારે છે.

આ પણ વાંચો :-

Share This Article