Thursday, Oct 23, 2025

વડોદરાની કોર્ટમાં હાર્ટ એટેકથી વકીલ મંડળના સીનીયરનું મોત

1 Min Read

વડોદરાની કોર્ટમાં આજે સવારે વકીલ પોતાના કેસની દલીલ કરી રહ્યા હતા એ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા તેઓને તુરંત જ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

વડોદરા વકીલ મંડળના સીનીયર વકીલ જગદીશભાઈ ભિખાજીરાવ જાધવનુ (ઉમર ૫૩ વર્ષ) આજે કોર્ટ રૂમમાં આવ્યા હતા અને પોતાના કેસની દલીલો શરૂ કરી હતી. આ દરમિયાનમાં તેઓ બેચેની અનુભવવા લાગ્યા હતા અને ચાલુ કોર્ટમાં જ તેઓ ઢળી પડ્યા હતા તેઓને તુરંત એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

ડોક્ટરના પ્રાથમિક અનુમાન અનુસાર સિવિયર હાર્ટ એટેક આવવાના કારણે તેઓનું મૃત્યુ થયેલ છે. ઉલ્લેખનીય છે કે જગદીશભાઈ સિનિયર વકીલ હતા અને તેઓ છેલ્લા ૨૫ વર્ષથી વકીલાત કરતા હતા. આ ઘટનાને પગલે વકીલ આલમમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article