અમેરિકાના કેન્ટકી શહેરમાં ગઈકાલે એક ભયાનક દુર્ધટના સર્જાઈ હતી. શહેરમાં ટ્રેન પલટવાના કારણે તેમાંથી જીવલેણ કેમિકલ લીક થયું હતું. જેના કારણે શહેરના ગવર્નર એન્ડી બેશિયરને શહેરમાં ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી પડી હતી.
ટ્રેનના ૧૬ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનના બે કોચમાં લીક્વીડ સલ્ફર સ્ટોર કરેલું હતું, જેના કારણે ત્યાં ભયંકર આગ લાગી હતી. લીક્વીડ સલ્ફરમાં આગ લાગવાને કારણે સલ્ફર ડાયોક્સાઈડ નીકળે છે. જે એકદમ ઝેરી વાયુ છે જેના કારણે માણસનો જીવ પણ જોખમમાં મુકાય છે. જેના કારણે અધિકારીઓએ સ્થાનિક લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની અપીલ કરી હતી.
સંચાલન કરતી કંપનીએ કહ્યું કે, આ સ્થિતિને સામાન્ય બનાવવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ તેમજ નાગરિકોની સુરક્ષા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. જરૂરિયાતની વસ્તુઓ પહોંચે તે માટેની તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્ટકીના ગવર્નરે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું કે, અમે રાજ્યના તમામ સંસાધનોનો ઉપયોગ કરીને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છીએ.
આ પણ વાંચો :-