Wednesday, Nov 5, 2025

ફિલ્મ રિલીઝ પહેલા મદ્રાસ હાઈકોર્ટને આપવા પડશે ૮ કરોડ, જાણો શું છે વિવાદ

2 Min Read

ગૌતમ મેનન દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેઈટેડ તમિલ ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ આવતીકાલે ૨૪ નવેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને U/A સેંસર કરવામાં આવી છે. તમિલનાડુ અને કેટલાક અન્ય સ્થળોએ ફિલ્મનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગૌતમ મેનનના નાણાંકીય મુદ્દાઓનું હજુ સુધી નિવારણ આવી શક્યું નથી આ કારણોસર ફિલ્મ રિલીઝ પહેલા ઘણો સંઘર્ષ કરવો પડ્યો.

નાણાંકીય મુદ્દાઓનું નિવારણ લાવવા માટે મદ્રાસ હાઈકોર્ટમાં ૮ કરોડ રૂપિયા જમા કરવાનું કહેવામાં આવ્યું છે. આ રકમ ચૂકવ્યા પછી ‘ધ્રુવ નચતિરામ’ સરળતાથી બોક્સઓફિસ પર રિલીઝ થઈ જશે. આ ફિલ્મ બાબતે લીડ એક્ટરની ઉદાસીનતાને કારણે ફેન્સમાં પણ નિરાશા જોવા મળી રહી છે. ગૌતમ મેનને એક ઈન્ટરવ્યૂમાં આર્થિક પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ ૬૦ કરોડના બજેટમાં બનાવવામાં આવી છે.

ગૌતમ મેનની ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ની રિલીઝ બાબતે અરાજક સ્થિતિ ઊભી થઈ છે. નિર્દેશક નિશ્ચિત તારીખ પર ફિલ્મ જાહેર કરવા માટે મહેનત કરી રહ્યા છે. આ ફિલ્મ વિદેશ તથા અન્ય સ્થાન પર પહોંચાડી દેવામાં આવી છે. આ ફિલ્મ બાબતે સૌથી દુ:ખભરી બાબત છે કે, આ ફિલ્મના અભિનેતા ચિયાન વિક્રમે સોશિયલ મીડિયા પેજ પર ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ બાબતે એક પણ પોસ્ટ શેર કરી નથી અને રિપોસ્ટ પણ કરી નથી.

આ પણ વાંચો :-

 

Share This Article