Thursday, Oct 30, 2025

પંજાબમાં ગુરુદ્વારામાંથી પોલીસ કર્મી પર કર્યો ગોળીબાર, ૧નું મોત, ૩ ઘાયલ

1 Min Read

પંજાબના કપૂરથલામાં એક ગુરુદ્વારામાં નિહંગ શીખો અને પોલીસ વચ્ચે અથડામણના સમાચાર મળી રહ્યા છે. માહિતી અનુસાર નિહંગોએ વર્ચસ્વ અને માલિકી સ્થાપિત કરવાની આ લડાઈમાં પોલીસ પર જ ગોળીબાર કરી દીધો હોવાનું મનાય છે. આ અથડામણમાંએક પોલીસકર્મીનું મોત થયું હતું જ્યારે ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા.

ગોળીબાર ગુરુદ્વારાની માલિકીને લઈને થયો હતો. ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ ખસેડાયા હતા. કપૂરથલાના શ્રી અકાલ બુંગા ગુરુદ્વારામાં પોલીસ અને નિહંગ શીખોના જૂથ વચ્ચે અથડામણ બાદ ફાયરિંગની ઘટના બની હતી. વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં નિહંગ દેખાવકારોએ પટિયાલામાં એક પોલીસ અધિકારીનો હાથ કાપી નાખ્યો હતો જ્યારે તે કોરોના વખતે લોકડાઉનનો અમલ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ખરેખર પોલીસ ગુરુદ્વારા સંકુલને ખાલી કરાવા ગઈ હતી, જેના પર નિહંગોએ કથિત રીતે કબજે કરી લીધો હતો. આ દરમિયાન નિહંગ શીખોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા નિહંગો હજુ પણ ગુરુદ્વારાની અંદર છે અને તેમને પકડવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે પોલીસે આ સંબંધમાં ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article