Saturday, Sep 13, 2025

સુરતમાં ત્રણ યુવકોના હાર્ટએટેક બેના મોત

1 Min Read

શહેરમાં વરાછામાં એક અને પાંડેસરામાં બે યુવકોના એકાએક ઢળી પડી મોત નિપજ્યાં હતાં. ત્રણેય યુવકને હાર્ટએટેક આવ્યાની શક્યતા છે. મૂળ તળાજાના વતની અને વરાછા વર્ષા સોસાયટી ખાતે રહેતા નરેશ બાબુભાઈ વાળા (૪૧) હીરાના કારખાનામાં કામ કરતા હતા. શનિવારે સાંજે પરિવાર સાથે વાતચીત કરતા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. જેમને સ્મીમેરમાં ખસેડાતાં મૃત જાહેર કર્યા હતા.

પાંડેસરા હીરાનગર ખાતે રહેતા રમેશ જમનાભાઈ ભારતી (૪૭) ડાઈંગ મિલમાં કામ કરતા હતા. શનિવારે પુત્ર અને જમાઈ સાથે બાઈક પર સચિન તરફ છઠ પૂજાનો પ્રસાદ લેવા જતા હતા ત્યારે અચાનક ઊલટી થઈ તેઓ બેભાન થઈ ગયા હતા, જેથી તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

પાંડેસરા રાધેશ્યામ નગર ખાતે રહેતા હરેરામ તોલઈ મંહતો (૪૦) કાપડ માર્કેટમાં નોકરી કરતા હતા. રવિવારે સવારે તેમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્રણેનાં મોત હાર્ટએટેકના કારણે થયા હોવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

Share This Article