વિશ્વના વિવિધ ભાગોમાં ધરતીકંપ આવતા રહે છે. જેના કારણે તબાહી મચાય છે. તાજેતરના દિવસોમાં દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, અહીં આવેલા ભૂકંપ દિવસમાં માત્ર એક જ વાર નોંધાયો હતો. પરંતુ એક એવી જગ્યા છે જ્યાં ૧૦૦૦ થી વધુ વખત ભૂકંપ આવ્યો છે. જેના કારણે આ જગ્યા સંપૂર્ણપણે બંધ કરવી પડી હતી. તે છે યુરોપિયન દેશ આઇસલેન્ડમાં આવેલ પ્રખ્યાત પર્યટન સ્થળ બ્લુલગૂન. જેને ૧૬ નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આઇસલેન્ડના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રેકજેનેસ પેનિનસુલા વિસ્તારમાં લગભગ ૧૪૦૦ ભૂકંપ નોંધાયા છે. તેમાંથી સાત ભૂકંપ એવા હતા કે તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર કે તેથી વધુ માપવામાં આવી હતી. જે જગ્યાએ ભૂકંપ આવે છે ત્યાં બ્લુ લગૂન પણ છે.
રેકજેન્સ પેનિનસુલા પ્રદેશ આઇસલેન્ડના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે અને પશ્ચિમમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરની સામે આવેલો છે. રાજધાની રેકજાવિકથી તેનું અંતર ૫૦ મિનીટ સુધીનું છે. બ્લુ લગૂન સિવાય દેશનું મુખ્ય એરપોર્ટ કેફલાવિક ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અહીં આવેલું છે. આઇસલેન્ડ વિશ્વમાં જ્વાળામુખી માટે સૌથી જાણીતું સ્થળ છે. આ દ્વીપકલ્પમાં ખીણો, લાવાના ક્ષેત્રો અને શંકુ વિસ્તારો જોવા મળે છે.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		