Saturday, Sep 13, 2025

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ૩૯ મીડિયાકર્મીના મોત, ૧૦૦થી વધું ઘાયલ

1 Min Read

હમાસ દ્વારા ૭ ઓક્ટોબરે ઈઝરાયલ વિરુદ્ધ મોટાપાયે હુમલા કરાયા બાદથી હમાસ અને ઈઝરાયલના યુદ્ધમાં કવરેજ કરનારા ઓછામાં ઓછા ૩૯ પત્રકારો અને મીડિયાકર્મીઓ હિંસામાં જીવ ગુમાવી ચૂક્યા છે. કમિટી ટૂ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ (CPJ) એ એક રિપોર્ટમાં આ માહિતી આપી હતી.

ન્યુયોર્કમાં આવેલા એનજીઓએ ૧૯૯૨માં રેકોર્ડ રાખવાની શરૂઆત કરી હતી. તેણે તેના તાજેતરના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે છેલ્લાં ૩૨ વર્ષોમાં ઓક્ટોબર ૨૦૨૩ વૈશ્વિક સ્તરે પત્રકારો માટે સૌથી ઘાતક મહિનો રહ્યો. માર્યા ગયેલા ૩૯ મીડિયાકર્મીઓમાંથી ૩૪ પેલેસ્ટિની, ચાર ઈઝરાયલી અને એક લેબનાની હતો.

CPJએ એમ પણ કહ્યું કે અન્ય આઠ પત્રકારો ઘાયલ થયા હતા અને ત્રણ હજુ ગુમ છે જ્યારે ૧૩ની ધરપકડ કરી લેવામાં આવી હતી. દરમિયાન અનેક હુમલા, ધમકીઓ, સાઈબર હુમલા, સેન્સરશીપ અને પત્રકારોના પરિવારના સભ્યોની હત્યાના પણ અહેવાલ હતા. CPJએ કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.  ઉલ્લેખનીય છે કે યુદ્ધ શરૂ થયા બાદથી ગાઝામાં ૧૦, ૫૬૯ લોકો જ્યારે ઈઝરાયલમાં ૧૪૦૦ લોકો અને વેસ્ટ બેન્કમાં ૧૫૦ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.

આ પણ વાંચો :-

Share This Article